રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
રાજ્ય સરકાર નાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત નાં વિવિધ જિલ્લાઓમાં આંગણવાડી કેન્દ્રો માં વર્કર અને હેલપર ની ઓનલાઈન ભરતી પ્રક્રિયા યોજવામાં આવી હતી તેમાં મોટા ભાગના જિલ્લાઓ આ ભરતી પ્રક્રિયા માં ગેરરીતિ થઈ હોવાનાં આક્ષેપો થયા છે અને લાયકાત ધરાવતા ઉમેદવારોની જગ્યાએ લાયકાત વગર ઉમેદવારો ની પસંદગી કરવામાં આવી હતી તેનાં કારણે લાયકાત ધરાવતા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના આંગણવાડી કેન્દ્રો ની ઓનલાઈન ભરતી પ્રક્રિયા માં પણ ગેરરીતિ થઈ હોવાનાં આક્ષેપ સાથે ઉનાના યુવા આગેવાન રસિક ચાવડા દ્વારા અગ્ર સચિવશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ નાં અગ્ર સચિવ ને પત્ર લખતા જણાવ્યું હતું કે તાજેતરમાં આંગણવાડી હેલ્પર/વર્કસ ની ભરતી પ્રક્રિયા રાજ્ય સરકાર દ્વારા ઓનલાઇન કરવામાં આવેલ હતી.પરંતુ આ ઓનલાઇન પ્રક્રિયામાં અનેક ક્ષતિઓ સામે આવી હતી અને તેમાં પણ નજીવા કારણો દર્શાવી અરજીઓ રદ્ કરવામાં આવેલી છે આ ભરતી પ્રક્રિયામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય તેવી અમોને આશંકા છે. અને યોગ્ય ઉમેદવારને ન્યાય ન મળ્યો હોય એવી અનેક ફરિયાદો થયેલ છે.ત્યારે આ ભરતી પ્રક્રિયા ના તમામ અરજદારના ડોક્યુમેન્ટ ફરી ચેક કરવામાં આવે. યોગ્ય ઉમેદવારને તક મળે અને આ ભરતી પ્રક્રિયા ની ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી અમારી માંગ કરી હતી આગામી દિવસોમાં આ ભરતી પ્રક્રિયા ની લાયકાત ધરાવતા ઉમેદવારોનાં હિતમાં ન્યાયિક તપાસ કરવામાં આવે છે કે પછી તંત્ર દ્વારા સબ સલામત નાં દાવાઓ કરવામાં આવે છે એ તો હવે આવનારો સમય જ બતાવશે