રિપોર્ટર : મકસુદ પટેલ, આમોદ
ગરીબોના ગળા દબાવવામાં આવી રહ્યા હોય તેવી પરિસ્થિતિ, આમોદ તાલુકામાં રહેતા પરપ્રાંતીયો ને તેમના માદરે વતન પરત મોકલવા ટિકિટના પૈસા વસૂલી તેમનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાની પ્રકિયા હાથ ધરાઇ.
કોરોના વાયરસ ને લઇ સમગ્ર દેશને લોકડાઉન કરી દેવાયુ છે ત્યારે આ લોકડાઉનના કારણે પોતાના પેટનો ખાડો પૂરવા આવતા પરપ્રાંતિયો રોજગાર વગર બેબાકળા બન્યા છે બીજા રાજ્યોમાંથી હિજરત કરી આવેલા કેટલાક લોકોએ તો પોતાના વતન પરત ફરવા પગપાળા વતનની તરફ વાટ પકડી લીધી છે તો કેટલીક જગ્યાએ ફસાયેલા પરપ્રાંતીયો ભૂખે સૂઈ જતા હોય તેવી લોકમુખે ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે ત્યારે હવે સરકાર દ્વારા પરપ્રાંતીયો ને તેમના વતન પહોંચાડવા તેમની પાસેથી પૈસા વસૂલી તેમનું રજીસ્ટ્રેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આમોદ ખાતે પણ આમોદ મામલતદારની સૂચનાથી નગરપાલિકાના ક્લાર્ક દ્વારા પૈસા વસૂલવામાં આવ્યા હતા. બિહારના ૧૩ લોકો પાસેથી એક ટિકિટના ૬૮૫ લેખે કુલ ૧૩ ટિકિટના ૮૯૦૫ રૂપિયા અને ઉત્તરપ્રદેશના ૫૬ લોકો ના એક ટિકિટના ૭૬૦ લેખે ૫૬ ટિકિટના ૪૨,૫૬૦ એમ કુલ રૂપિયા ૫૧,૪૬૫ વસૂલવામાં આવ્યા અને ત્યારબાદ તેમની રજિસ્ટ્રેશન ની પ્રકીયા હાથ ધરવામાં આવી આ લોકડાઉનમાં પરપ્રાંતીયો પાસે ખાવાના પૈસા ખૂટી પડયા છે. તો ટિકિટના પૈસા ક્યાંથી હોય છતાં એકબીજા પાસેથી ઉધારી કરી વતન જવા ભરેલ છે.