રિપોર્ટર : ભરત સથવારા, પાટણ
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સાંતલપુર સર્કિટ હાઉસ ખાતે રાધનપુર ભણસાલી ટ્રસ્ટ બ્લડ બેંક દ્વારા રામદેવ ચોરાળ યુવા મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના દરેક સમાજ ના યુવાનો અને સાંતલપુર પોલીસ સ્ટાફ, અને ભાજપ ના આગેવાન, પાટણ જિલ્લાના ભાજપના પુવૅ પ્રમૂખ, કંડલા પોર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી ભરતભાઈ રાજગોર, શક્તી સિહ એડવોકેટ અને સાંતલપુરના ગ્રામજનો, જિલ્લા પંચાયતના સદસ્ય અરજણભાઇ આહીર, તેમજ સાંતલપુર પી.એસ.આઈ જોષી હાજર રહ્યા હતા. અને પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બોડૅર વિસ્તારમાં આ પ્રથમ રક્તદાન શિબિર યોજાઈ. સાંતલપુર તાલુકાના વિસ્તારમાં લોકો રક્તદાન કરવા માટે જાગૃત થાય તેવી પહેલ કરી. આ રક્તદાન શિબિરમાં સાંતલપુર ના પત્રકારો દ્વારા સાથ સહકારથી રક્તદાન શિબિરમાં ૧૦૦ જેવી બોટલ યૂવાનો દ્વારા આપવામાં આવી હતી.