રિપોર્ટર : રાકેશ મકવાણા, ખેડા
ખેડા જિલ્લાના આડીનાર ચોકડી પરથી મધ્યાહન ભોજનનો જથ્થો સગેવગે થતો હોવાની ઘટના સામે આવી છે નડિયાદના ગોડાઉનમાંથી પલાણા ગામનો મધ્યાહન ભોજનનો જથ્થો લઇ નીકળેલ ટેમ્પાનો ડ્રાઈવર મહોળેલ ખાતે આવેલ પ્રાઇવેટ ગોડાઉનમાં પહોંચી ગયો હતો જ્યાં જથ્થો ખાલી કરવાની તૈયારી હતી પરંતુ જાગૃત નાગરિક ત્યાં પહોંચી જતા ગોડાઉન માલિક દ્વારા ટેમ્પાને ત્યાંથી રવાના કરી દેવાયો હતો સમગ્ર મામલે નડિયાદ ગ્રામ્ય મામલતદરને જાણ થતા તુરંત તેમની ટિમ આડીનાર ખાતે પહોંચી હતી જ્યાં મધ્યાહન ભોજનનો જથ્થો લઇ જતા વાહનને રોકી તેની ચકાસણી કરતા આશરે ૨૪ જેટલા કટ્ટાનો જથ્થો સગેવગે કરવામાં આવી રહ્યું હોવાની માહિતી બહાર આવી હતી ડ્રાઈવર પાસેથી ડિલિવરી ચલણ તપાસ કરતા તેમાં આ મુદ્દામાલ એફ.પી.એસ પલાણા સેવા સહકારી મંડળી લિમિટેડ ખાતે મોકલવામાં આવનાર હતું તેવું જાણવા મળ્યું હતું.