અમરેલી : બળજબરી પૂર્વક મિલકતના કરાવેલ ૧૨ જેટલા બાનાખત રદ્દ કરવામાં આવ્યા

Amreli
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા

અમરેલી જિલ્લા પોલીસને વ્યાજખોરી અંગે મળેલ અરજી આધારે વ્યાજે લીધેલ રકમના બદલામાં મિલકતના બળજબરીથી કરાવી લીધેલ ૧૨ જેટલા બાનાખત રદ્દ કરાવવામાં આવ્યા. જરૂરીયાતમંદ મધ્યમ વર્ગના માણસો આર્થિક સંકડામણના લીધે, મજબુરીના કારણે પોતાના સારા-નરસાં પ્રસંગો ઉકેલવા અને જરૂરિયાતો પુરી કરવા, વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે નાણાં મેળવતા હોય છે, જેનો ફાયદો ઉઠાવી, વ્યાજંકવાદીઓ ઉંચુ વ્યાજ વસુલ કરતા હોય છે અને જો વ્યાજ કે મુદ્દલ ન ચુકવી શકાય, તો આવા વ્યક્તિઓની મિલ્કત ગેરકાયદેર રીતે, ધાક ધમકી આપી, ડરાવી, ધમકાવી, પડાવી લેતા હોય છે. પરંતુ સામાન્ય પ્રજા, આવા વ્યાજંકવાદીઓના ડર, બીકના કારણે તેમના વિરૂધ્ધ ફરિયાદ કરતા નથી, કે તેમની સામે ક્યાંય રજુઆત કરતા નથી. નાણા ધીરધાર અંગેના લાયસન્સ વગર ઉંચા વ્યાજે નાણા ધીરનાર વ્યક્તિઓ, વ્યાજે નાણા લેનાર વ્યક્તિઓ પાસેથી નાણાના બદલામાં તેમની મિલકતના બાનાખત કરાવી લેતા હતાં, અને જો વ્યાજે નાણાલેનાર વ્યક્તિઓ વ્યાજ તથા મુદ્દલ ચુકવી ન શકે તો તેમની મિલકત પડાવી લેતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *