બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા
સાક્ષર નગરી નડિયાદ નગરપાલિકામાં ટેક્સનો કૌંભાંડ પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો હતો. ટેક્સ કર્મચારીઓ દ્વારા કોમ્પ્યુટરમાં ચેડાં કરીને પાછલા ટેક્સની રકમ ડિલીટ કરી દઈને પાલિકાને આર્થિક નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ટેક્સ કૌભાંડ પાલિકાના મહિલા પ્રમુખ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યું હતું.
આ ટેકસ બાબતે પાછલા ડેટાની નગરજનો પાસેથી ટેકસ તપાસ કર્યા બાદ કૌભાંડનો સચોટ ઉઘરાવવામાં આંકડો બહાર આવશે, મા બાબત રકમ લઈને પાવતી આપવામાં ચીફ તપાસ અર્થે ચીફ ઓફિસરે નડિયાદ પોલીસ સ્ટેશને લેખિતમાં ફરિયાદ આપી છે. નડિયાદ નગરપાલિકા દ્વારા નગરજનો પાસેથી ટેક્સ ઉઘરાવવામાં આવે છે આ ટેક્સની રકમ લઈને પાવતી આપવામાં આવે છે. પરંતુ આ પાલિકાના ટેક્સ વિભાગના અમુક કર્મચારીઓ દ્વારા ટેક્સની ગેરરીતિ કરવામાં આવે છે. તેવી પાલિકા પ્રમુખને માહિતી મળી હતી પ્રમુખે આ બાબતની જાણ ચીફઓફિસરને કરતા, ચીફઓફીસર દ્વારા ટેક્સ વિભાગમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ટેક્સ વિભાગના કર્મચારીઓ કોમ્પ્યુટરમાં બાકીદારોના પાછલા વર્ષના ટેક્સની રકમને બાકીદારો સાથે સેટિંગ કરી તે રકમ ડિલિટ કરવામાં આવી હતી જે ટેક્સની પાવતીઓનું ક્રોસવેરિફિકેશન કરતા આ કૌંભાંડનો પર્દાફાશ થયો હતો આ કૌંભાંડમાં કોણ કોણ સામેલ છે અને ટેક્સની રકમનો કેટલો આંકડો છે તેની વધુ તપાસ હાથ ધરી છે.
ટેક્સ વિભાગના કર્મીઓ દ્વારા પાછલી બાકીની રકમો ડિલીટ કરી માત્ર ચાલુ વર્ષના ટેક્સની પહોંચ અપાતી હતી. નગરપાલિકાના ટેક્સ વિભાગમાં અત્યારે પાંચથી વધુ કર્મચારીઓ રીકવરીનું કામ કરી રહ્યા છે. જ્યારે છ જેટલા કર્મચારીઓ પાલિકાના ટેક્સ વિભાગમાં કાયમી ધોરણે નિમાયેલા છે. આ બંનેની સાંઠગાંઠથી કોઇપણ ટેક્સ બાકીદાર સાથે ટેલિફોનથી ભાવ નક્કી કરવામાં આવે છે અને કુલ બાકી ટેક્સમાંથી માત્ર ચાલુ વર્ષની રકમની પહોંચ જ આપવામાં આવશે તથા પાછલી બાકીની રકમ નીલ લખી આપવામાં આવશે તેવો સોદો થાય છે અને પાછલી બાકીની જે રકમ હોય તેના ૫૦ ટકા રોકડા પાર્ટી પાસેથી લઇને કર્મચારી પોતાના ખીસ્સામાં મૂકી દે છે. પાલિકાના ટેક્સ વિભાગના સોફ્ટવેરમાં આવી કેટલીક એન્ટ્રીઓ પકડાઇ છે. જેમાં પાછલી બાકીની રકમો ડીલીટ કરીને માત્ર ચાલુ વર્ષનો ટેક્સ જ બતાવવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આવા અનેક કિસ્સાઓ પકડાયા છે. પરંતુ પાલિકાના કર્મચારીઓ અને તપાસ કરતા ટેકનીકલ માણસો આ તબક્કે મગનું નામ મરી પાડવા તૈયાર નથી.
પાલિકા પ્રમુખ એ જણાવ્યું હતું કે છેલ્લાં છ મહિનાથી આ કૌભાંડની મને શંકા હતી. કારણ કે અમે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવીને દોઢ કરોડનો ટેક્સ વધારો કર્યો હતો. જેની સામે રીકવરી ચોથા ભાગની પણ થઇ નહીં. આથી મને શંકા પડી અને અમે તાત્કાલિક પાલિકાના વિશ્વાસુ અને પ્રમાણિક અધિકારીને સુપ્રિટેન્ડન્ટનો ચાર્જ સોંપી ખાનગી રાહે આ કૌભાંડ પકડયું છે. મારી પાસે તો આવી ટેક્સ ચોરીના ઘણાં પુરાવાઓ આવી ગયા છે. કેટલાંક રેકોર્ડીંગ પણ છે. પરંતુ જ્યાં સુધી કાયદાકીય રીતે સાબિત ન થાય ત્યાં સુધી હું કંઇપણ જાહેર કરી શકું તેમ નથી. પણ એટલું ચોક્કસ કહીશ કે આમા જે કોઇ કર્મચારી સંડોવાયેલા હશે તેમને છોડવામાં આવશે નહીં.