રિપોર્ટર: ધનેશ રાઠી, પાલનપુર
સમગ્ર ગુજરાત માં ગૌહત્યા પર પ્રતિબંધ હોવા છતાં દિવસે ને દિવસે ગૌહત્યારાઓનો ત્રાસ વધતો જ જાય છે. સરકાર દ્વારા ગૌહત્યા પર પ્રતિબંધ ખાલી કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે.ત્યારે બનાસકાંઠામાં ગત રાત્રી ના 9 વાગે ગૌરક્ષક અશોકભાઈ પુરોહિત પોતાના ધરે જઈ રહ્યા હતા ,તે દરમિયાન એરોમાં સર્કલ પર ડીસા થી અમદાવાદ બાજુ જતા એક આઇશર માં ૯ ગાય તેમજ ૨ વાછરડા ભરી કતલખાને લઈ જવાતા હોય, તેવી શંકા ના આધારે ગાડીને રોકવામાં આવી, ત્યારબાદ પૂછપરછ કરતા ગાડી કતલખાને લઈ જવાતી હતી ,તેવું જાણવા મળતા અશોકભાઈ પુરોહિતે પોલીસ પ્રશાસન ને જાણ કરતા SP સાહેબ તેમજ કે.પી.ગઢવી સાહેબના સાથ સહકાર થી ગૌહત્યા થતી અકટાવી ગાડીની અટકાયત કરી, આરોપી ને જેલના સળિયા પાછળ ધકેલી આગળ ની કાર્યવાહી હાથ ધરાઈ પરંતુ જોવાનું એ રહ્યું કે કાયદો જે રીતે ધડવા માં આવ્યો એ રીતે તેને અનુસરાય કે પછી આમ,જ ગૌમાતા ની હત્યા દિવસે ને દિવસે વધતી જશે જો સરકાર દ્વારા બનાવા માં આવ્યો એ કાયદો કાગળ પર ના રહે પરંતુ પ્રશાસન દ્વારા તેનો ઉપયોગ કરી ગૌહત્યારાઓ ને કડક માં કડક સજા આપવા માં આવે તો ગૌમાતા ની હત્યા થતી બંધ થાય.