રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
દાહોદના રેલ્વે કારખાનામાં ગતરોજ વહેલી સવારે સરબજીત યાદવ નોકરી ઉપર હતા તે દરમિયાન અચાનક જ સાથી કર્મચારી પપ્પુ ડાંગી નામના સાથી કર્મી એ તીક્ષ્ણ હથિયાર વડે સરબજીત ઉપર હુમલો કરી પેટના ભાગે ઘા ઝીકિ દેતા આસપાસમાં રહેલા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત હાલતમાં સરબજીતને સારવાર અર્થે લઈ જતાં તેમનું મોત નીપજયું હતું. ઘટનાની જાણ દાહોદ ટાઉન પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હુમલો કરનાર પપ્પુ ડાંગીને ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસ માં મૃતક સરબજીતને પપ્પુ ડાંગીની પત્ની સાથે આડા સબંધો હતા. અને તેને લઈને બંને વચ્ચે અનેકવાર તકરાર થઈ હતી આજ વાત થી ઉશ્કેરાઈ ને પપ્પુ એ રેલ્વે કારખાના માં જ તેની હત્યા કરી દીધી હતી. પોલીસે હત્યાનો ગુન્હો નોધી આગળની તપાસ હાથ ધરી છે.