નર્મદા: રાજપીપળાના કેટલાક વિસ્તારમાં ગંદુ અને ડહોળું પાણી આવતા ગૃહિણીઓનો મિજાજ બગડ્યો.

Latest Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા

રાજપીપળામાં નજીક માં જ આવી રહેલી પાલિકા ચૂંટણીમાં રાજપીપળાની પાણીની સમસ્યા તત્કાલીન પાલિકાના હોદ્દેદારોને નુકસાન પહોંચાડશે તેમ લાગી રહયું છે કારણ કે સ્થાનિક મહિલાઓ વારંવાર ઓછું પાણી આવવું, પાણી આપવામાં પણ અમુક વિસ્તારો સાથે ઓરમાયું વર્તન કરવું, સહિતની અમુક બાબતો નો આવનારી ચૂંટણીમાં પ્રજા જવાબ આપશે તેમ મહિલાઓ નું કેહવું છે. એક તરફ રાજપીપળા શહેરમાં કોરોનાના કેસ વધતા જોવા મળી રહ્યા છે. ત્યાં બીજી તરફ રાજપીપળા નગરપાલિકા દ્વારા અપાતું પીવાનું પાણી દરબાર રોડ વિસાતરમાં રવિવારે સવારે એકદમ ડહોળું આવતા આવા પાણીના કારણે બીજો કોઈ મોટો રોગચાળો ફાટે તેવી દહેશત થી ગૃહિણીઓ અકળાઈ ઉઠી હતી. આમ પણ ઘણા સમય થી ઓછું પાણી આવવાની બુમો છે. જેમાં રવિવારે સવારે એકદમ ડહોળું પાણી આવતા ગૃહિણીઓ નો મિજાજ બગડ્યો હતો. ત્યારે નજીક માં આવી રહેલી પાલિકાની ચૂંટણીમાં પાલિકાની આવી બેદરકારી અને લાલીયાવાડી બાબતે અમે જડબાતોડ જવાબ આપી નવા ઉમેદવારો ને તક આપીશું તેવી વાતો ત્યાંના લોકો દ્વારા કરવામાં આવી રહી છે.

પાલિકા દ્વારા રવિવારે સવારે આપવામાં આવતું પીવાનું પાણી તદ્દન ડહોળું અને ગંદુ આવતા પીવાનું તો પાણી કોઈ ભરી જ ન શક્યું,પરંતુ કપડાં ધોવામાં પણ કામ ન લાગે તેવું પાણી આવતા સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કેમ કે આમ પણ ઘણા સમયથી માલિવાડ, મોચીવાડ, પારેખ ખડકી સહિત લાઈબ્રેરી બોર માંથી છોડતું પાણી ઘણા ઓછા ફોર્સ થી આવતું હતું અને આજ બોરમાંથી અન્ય. જગ્યા પર અપાતું પાણી વધુ ફોર્સ થી અપાતું હોવાથી પાલિકા અમુક વિસ્તારો સાથે ઓરમાયું વર્તન કરતુ હોય તેમ જણાયું હતું અને હવે એકદમ ગંદુ અને ડહોળું પાણી આવતા નજીક માં આવી રહેલી પાલિકાની ચૂંટણી માં મતદારો જવાબ આપશે તેવો રોષ જોવા મળ્યો હતો. જોકે અનેકવાર પાણી બાબતે ફરિયાદ કરવા છતાં કોઈ કાયમી ઉકેલ ન આવતા સ્થાનિક રહીશો હવે પાલિકા ની આવી લાલીયાવાડી થી કંટાળી ચુક્યા છે. જેની અસર આવનારી ચૂંટણી પર ચોક્કસ પડશે તેમ લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *