રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કોરોના સંક્રમણને અટકાવવા કોરોના પોઝિટિવ દર્દીના પરિવારજનોને હોમ કોરેનટાઈન કરી તે વિસ્તારને બફર ઝોન જાહેર કરી દર્દીના પરિવારજનોને હોમ કોરેનટાઈન કરવામાં આવે છે શરૂઆતમાં તંત્ર દ્વારા કડક અમલવારી કરાવવામાં આવતી હતી પણ હાલ પોઝિટિવ કેસોનો સતત આંકડો વધતા તંત્ર દ્વારા નિયમોની અમલવારીમાં ઢીલી નીતી અપનાવાતી હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહયાછે ત્યારે કેશોદ નગરપાલિકાના પ્રમુખના પરિવારમાં કોરોનાનો પોઝીટીવ કેસ આવેલ છે તેવા સમયે પ્રમુખે પોતે હોમ કોરેનટાઈન રહેવું જોઈએ તેમ છતાં નગરપાલિકા પ્રમુખ કાયદાના દાયરામાં રહેવાની જગ્યાએ હોમ કોરેનટાઈન થયેલ હોવા છતાં પાલિકા પ્રમુખ જ્યાં ત્યાં ફરી રહ્યા છે અને જાહેર કાયૅકમમાં પણ હાજર રહી સરકારના નિયમોની એસી તૈસી કરી રહ્યા તો બીજી તરફ કેશોદના પ્રથમ નાગરિક એવા પ્રમુખ દ્વારા જ કલેકટર જુનાગઢને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી કે કેશોદમાં હોમ કોરેનટાઈન થયેલા લોકો જ્યાં ત્યાં ફરી રહ્યા છે જેથી સંક્રમણ ફેલાવાનો ભય છે છતાં પોલીસ આવા લોકો સામે કોઈ કડક કાર્યવાહી કરતી નથી તો એ બાબતે નગરપાલિકા પ્રમુખ પોતે જ નિયમોનો ભંગ કરતા હોય ત્યારે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગણી વેપારી અગ્રણી રાજુભાઈ બોદર તથા કોંગેસના હોદેદારોએ કેશોદ પોલીસ સ્ટેશનના પી.આઈ.ને લેખીતમાં રજૂઆત કરી નગર પાલિકા પ્રમુખ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવતા શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે.