બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે તારીખ ૨૯- ૮-૨૦૨૦ થી તારીખ ૨ – ૯ – ૨૦૨૦ દરમિયાન નર્મદા નિગમ તથા સરકાર દ્વારા નર્મદા નદીમાં દસ લાખ ક્યુસેક થી પણ વધુ પાણી છોડવામાં આવ્યું હતું જેને લઇને ગરુડેશ્વર ખાતે નવનિર્મિત વિયર ડેમ નજીક આવેલા નર્મદા કિનારા ના કેટલાક વિસ્તારમાં ભયંકર નુકસાન થયું હતું પાણીને લીધે ઉદ્દભવેલી પુરની પરિસ્થિતિને કારણે ગરુડેશ્વર નદી કિનારા પર આવેલ મકાન-મિલકત તથા જમીનોને પણ ઘણું જ નુકશાન થયેલ હતું તેમજ આ નદી કિનારે મંડળ સંચાલિત શ્રી સ્વામી દયાનંદ આશ્રમ શાળા આવેલી છે જે વર્ષ ૧૯૮૦થી કાર્યરત છે જેને પણ ખૂબ જ આર્થિક નુકસાન થયેલ છે આ આશ્રમશાળાની જમીનના સર્વે નંબર ૧૯ -૨૦ અંદાજિત એક એકર જેટલી જમીન સંપૂર્ણપણે ધોવાઈ ગયેલ છે જે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી જેની અંદાજિત કિંમત કરોડોમાં અંકાઈ રહી છે તેમજ આશ્રમ શાળાની ભૌતિક સુવિધાઓ જેવીકે સંરક્ષણ દિવાલ સંડાશ બાથરૂમ તથા સંડાશ બાથરૂમ ના ડબ્બા પણ આ પૂરમાં ધોવાઈ ગયેલ છે તથા અન્ય ધાર્મિક મંદિરો જેમકે નર્મદેશ્વર મહાદેવ મંદિર સંપૂર્ણ નાશ પામેલ છે તથા દત્તાત્રેય મંદિર ને પણ ખૂબ જ નુકસાન થયેલ છે અને કિનારા ના ઘાટ પણ સંપૂર્ણપણે ધોવાઈ ગયેલ છે મહત્વની બાબત તો એ છે કે શ્રી સ્વામી દયાનંદ આશ્રમ શાળા ગરુડેશ્વર ખાતે કુલ ૧૬૦ જેટલા આદિવાસી સમાજના બાળકો સ્થળ ઉપર રહી અભ્યાસ કરી રહ્યા છે પરંતુ આજે બાળકોની સુરક્ષા અને સલામતી માટે ઉભી કરેલ ભૌતિક સુવિધાઓ નો નાથ થયેલ છે અને સંસ્થાએ કરેલ ખર્ચ પૂરના કારણે વ્યર્થ ગયેલ છે તો આ સંસ્થાને થયેલ કરોડોના નુકસાન ના વળતર પેટે તાત્કાલિક રૂપિયા ૫૦ લાખ જેટલી રકમ ફાળવવામાં આવે તો બાળકોની સુરક્ષા અને સલામતી માટે સુવિધાઓ ઉભી થઈ શકે તેમ છે ગુજરાત સરકાર બાળકોના શિક્ષણ માટે નવી નવી પદ્ધતિઓ તથા સુવિધાઓ લાવી રહી છે અને શિક્ષણ નું સ્તર ગુજરાતમાં ઊંચું કરી રહી છે તો પૂરના કારણે નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર ખાતે આવેલી શ્રી સ્વામી દયાનંદ આશ્રમશાળા ને થયેલ નુકશાનની નોંધ લેશે અને તેઓને ગ્રાન્ટ ફાળવશે કે કેમ તે હવે જોવું રહ્યું આશ્રમશાળા ને થયેલું નુકશાન ની જાણ નર્મદા જીલ્લા કલેકટરને પણ કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.