રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ૩૦ વરસની પરણિત યુવતીએ ફરીયાદ નોંધાવી છે કે ૪ વરસ પહેલા તેમના ઘરની સાથે ગીરગઢડામાં રહેતા મેહુલાબેન ભાર્ગવભાઇ દુધાત નામની મહિલા સાથે મિત્રતા હોય તેનો દિયર જય દિલીપભાઇ દુધાત રે-ગીરગઢડા વાળો અવાર નવાર આવી મોબાઇલ નંબર મેળવી મેસેજ કરતો અને એક વખત પરણિતા ગત તા. ૧૮/૩/ર૦૧૯નાં એકલી તેના દિકરા સાથે હતી. ત્યારે ગેરકાયદેસર પ્રવેશ કરી મહિલાના દિકરાના ગળે છરી મુકી મારી નાખવાની ધમકી આપી પરણિત મહિલાની ઇચ્છા વિરૂધ્ધ દુષ્કર્મ કરી અને ચાલ્યો ગયો હતો. ત્યારબાદ અલગ અલગ બે વખત મહિલાને બદનામ કરવાની ધમકી આપી મરજી વિરૂધ્ધ શારીરીક સબંધ બાંધતો હતો. અને જયારે આરોપી જય દિલીપ દુધાત ઘરે જતો ત્યારે ધર્મેશભાઇ કપોપરા રે-ગીરગઢડા વાળો નજર રાખતો હતો. અંતે કંટાળી આ પરણિતાએ ગીરગઢડા ગામ છોડી ઉના રહેવા ચાલી ગઇ હતી. અંતે હિંમત કરી તેમના પતિને બધી વાત કરતા પતિ સાથે ગીરગઢડા પોલીસ સ્ટેશને આવી જય દિલીપભાઇ દુધાત રે-ગીરગઢડા સામે દુષ્કર્મ કરવાની જાનથી મારી નાખવવાની ભુંડી ગાળો આપ્યાની ત્થા મેહુલાબેન ભાર્ગવભાઇ દુધાત ત્થા ધર્મેશભાઇ કપોપરા રે-ગીરગઢડા વાળાને મદદગીરી કર્યાની ફરીયાદ દાખલ કરતાં પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા મહિલા પી.એસ.આઇ કલ્પનાબેન એન. અઘેરા તપાસ શરૂ કરી છે.