અમરેલી: રાષ્ટ્ર શક્તિ એકતા મંચ અમરેલી જિલ્લા ધારી તાલુકામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૦ મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી..

Amreli
રિપોર્ટર: પ્રતાપ વાળા,ધારી

આજરોજ આપણા યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના ૭૦ મા જન્મદિવસ નિમિતે ધારી તાલુકા રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા ગરીબ વિસ્તાર ના બાળકો ને બિસ્કિટ વિતરણ તેમજ વિધવા સહાય ફોર્મ, સુકન્યા યોજના ના ફોર્મ ભરવામાં આવ્યા. આ પ્રસંગે રાષ્ટ્ર શક્તિ એકતા મંચ અમરેલી જિલ્લા મહિલા મોરચા મંત્રી જયબેન કાનાણી જિલ્લા સંગઠન મંત્રી સરોજબેન દેવમુરારી, ધારી તાલુકા મહિલા મોરચા પ્રમુખ કિંજલબેન વઘાસીયા, ધારી તાલુકાના પ્રમુખ વનરાજભાઈ જેબલીયા, ધારી તાલુકા ઉપ પ્રમુખ દિનેશભાઇ બલદાણીયા, ધારી તાલુકા મહામંત્રી મેહુલભાઈ સોજીત્રા, મહિલા મોરચા મહામંત્રી બીન્દીયાબેન દેવમુરારી, તાલુકા મંત્રી વિજયભાઈ દવે, મહિલા મોરચા મંત્રી જાનકીબેન ભટ્ટ,તેમજ ચલાલા શહેર ભાજપ અગ્રણી ભયલુભાઈ વાળા, અનકભાઈ ધાધલ તેમજ ભદ્રેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નુ આયોજન ને માર્ગદર્શન ને પ્રેરણા રાષ્ટ્રીય અધ્યક્ષ ઉષાબેન પટેલ ભરતભાઈ ખુમાણ, રાજ્ય અધ્યક્ષ, મેહુલભાઈ પટેલ ઉપાધ્યક્ષશ્રી ધીરુભાઈ વાળા ને મહા સચિવ હેમંતભાઈ દવારા અપાયેલ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *