રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ભારતના વડાપ્રધાન અને ગુજરાતના સપૂત એવા નરેન્દ્રભાઈ મોદીના ૭૦ માં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં ભાજપા દ્વારા સેવા સપ્તાહ કાર્યક્રમ યોજાયો છે જે અંતર્ગત આજરોજ ડભોઇ તાલુકા ભાજપા અને ડભોઇ તાલુકા આદિવાસી મોરચા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ ડભોઇના ડો.ભીમરાવ આંબેડકર કુમાર છાત્રાલયમાં દભૉવતિ ના ધારાસભ્યશ્રી ની હાજરીમાં યોજાયો હતો .જેમાં દર્ભાવતિ ના પ્રજાપ્રેમી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પોતાના હસ્તે વૃક્ષારોપણ કર્યું હતું. જેમાં મહિલા મોરચા, યુવા મોરચા ,આદિવાસી મોરચાના અગ્રણીઓએ પણ પોતાના હસ્તે વિવિધ વૃક્ષો રોપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો .ધારાસભ્યશ્રીએ જણાવ્યા મુજબ સરકારી છાત્રાલયમાં આદિવાસી બાળકો ને સારી સગવડ મળે અને તેઓ હસતા – રમતા રહી નિવાસ કરી સારો અભ્યાસ કરે તેવું વાતાવરણ ઉભું થવું જોઈએ સદર કાર્યક્રમમાં ભાજપના અગ્રણી અશ્વિનભાઈ વકીલ, ડો.બી.જે બ્રહ્મભટ્ટ ,મહિલા મોરચાના કલ્પનાબેન પટેલ, યુવા મોરચાના અલ્પેશભાઈ શાહ ,આદિવાસી મોરચાના રાજુભાઈ તેમજ તાલુકા ભાજપના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સદર કાર્યક્રમનું સફળ સંચાલન છાત્રાલયના અધિકારી પી.ઓ.શાહ અને તમામ સ્ટાફગણ ના સહકારથી સાકાર થવા પામ્યું હતું.