રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
૨૫ દિવસમાં કાર્યવાહી ન થાય તો આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીકમી ઉચ્ચારાઈ
વિરમગામ તાલુકાના ઝેઝરા સુરજગઢ નભોઈ ગ્રામ પંચાયતની ગામની સીમની ગૌચરની તેમજ સરકારી પડતર ની જમીન આવેલી છે અને સદર જમીન માં ગામના અન્ય નાગરિકો એટલે કે વ્યક્તિઓ સદર જમીન માં ગેરકાયદેસર પ્રવેશ કરીને અને દાદાગીરીથી ઉપરોક્ત જમીનમાં ખેડાણ કરે છે અને વધેલી ગૌચરની જમીન ઉપર ઉપરોક્ત ગામના ઘણા બધા ઈસમોએ ઉપરોક્ત જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને કબજો કરી ગેરકાયદેસર પ્રવેશ કરીને કબજો કરી લેવાની તજવીજ કરે છે અને ગેરકાયદેસર રીતે ગૌચરની તેમજ સરકારી પડતર જમીન માં ગેરકાયદેસર વાવેતર કરે છે જે અંગે ઝેઝરા નભોઈ સુરજગઢ ગામ ના રહીશો એ આજ રોજ વિરમગામ તાલુકા સેવા સદન કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરતાં જણાવ્યું હતું કે આપ સાહેબ શ્રી દ્વારા તપાસનો હુકમ કરી અને ઉપરોક્ત બ્લોક સરવે નંબર વાળી જમીનમાં કોણે કોણે ગેરકાયદેસર પ્રવેશ કરેલ છે તેની યોગ્ય માહિતી મેળવી તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવા અમો ગ્રામજનો ની આપ સાહેબ શ્રી ને નમ્ર અરજ છે તો જે-તે દબાણ વાળી બ્લોક સર્વે નંબર વાળી જમીનોમાં સરકારી પડતર તેમજ ગૌચરની જમીનમાં કોઈપણ ઈસમ દ્વારા ગેરકાયદેસર કબજો દૂર કરાવી આપવા આપ સાહેબ શ્રી ઓએ ઘટતી કાર્યવાહી કરી યોગ્ય કાર્યવાહી કરવા વિદિત થાય ને જે.જે ઈસમોએ સરકારી જમીન ઉપર તેમજ ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબજો કરેલ છે તો તે દૂર કરવા માટે આપ સાહેબ શ્રી ને સત્તાના અધિકાર છે ગેરકાયદેસર કબજો કરીને જમીન ખેડતા જે.જે ઈસમો છે તેમની પાસેથી કબજો છોડાવી કાયદેસરની કાર્યવાહી કરવા અને ઉપરોક્ત આ બાબતમાં ગામની ગાયને ન્યાય મળી રહે તે હેતુથી તેમજ ગૌચર જમીન ઉપરથી આવા અસામાજીક તત્વોને ખેતી કરતા અને દબાણ અટકાવવા અને તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને હુકમ ના આધારે ફરીવાર સદર જમીનમાં કોઈ ઈસમ પ્રવેશ કરે કે કરાવે નહીં અને સદર કબજામાં ગૌચર અને સરકારી જમીનમાં કોઈપણ ઈસમોનો કોઈપણ પ્રકારનો હક હિસ્સો ના હોય તેઓને સદર જમીન માં પ્રવેશ કરે નહીં અને વાવેતર કરીને ગેરકાયદેસર કોઈ કૃત્ય કરે નહીં તે બાબતમાં કાયદેસરની કાર્યવાહી કરવા અને ઉપરોક્ત ઇસમોને સદર જમીન માં ક્યારે પ્રવેશ કરે નહીં જે પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવા તેમ છતાં ૨૫ દિવસમાં જ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધીજીના માર્ગે તાલુકા સેવા સદન કચેરી પાસે આ માણસ ઉપવાસ પર બેસવાની ફરજ પડશે તો ઉપરોક્ત બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.