રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
વેરાવળ શહેરના પ્રતિષ્ઠિત મહિલા એડવોકેટ અને ભારત સરકારના નોટરી તેમજ પ્રદેશ કોંગ્રેસ મહિલા અગ્રણી એવા ઉષાબેન કુસકીયા વેરાવળ શહેરની મધ્યમાં ‘‘માધવ લેન્ડ-રેવન્યુ સર્વિસીસ‘‘ નામે મોટી ઓફિસ ધરાવતા હોય તેમના મોટા કારોબાર ને લઈને મોટા સ્ટાફ ધરાવતા હોય તમામ પ્રકારના દસ્તાવેજો અને રેવન્યુનું કામ કરતા હોય ઈ-સ્ટેમ્પિગ નું લાયસન્સ ધરાવતા હોય રોજ બરોજના નાણાંકીય વ્યવહારો સાચવવાના કામે તેમના સ્ટાફગણને અવાર-નવાર એ.ટી.એમ. થી નાણાં ઉપાડવા તેમજ જમા કરાવવા મોકલતા હોય જેમાં એક દિવસમાં રુપિયા દશ હજાર તથા રુપિયા પાંચ હજાર ઉપરા ઉપરી બે વાર નાણાંની ઉપાડ થઈ આવ્યાનું મોબાઈલ મેસેઝથી ધ્યાને આવતા આ નાણાં કોણે ઉપડ્યા એ અંગે સ્ટાફ માં પૂછપરછ કરવા માં આવેલ છતાં નાણાં ઉપડ્યા અંગે કોઈજ કબુલાત ન થતા અને પરિણામ ન મળતા આ બાબતે બેંક મેનેજર ને રુબરુ મળી આ બાબતે લેખીત ફરિયાદ કરતા જેની ખૂબ લાંબા સમય બાદની તપાસ માં માત્ર ટ્રાન્જેકશન સકસેસ ફૂલ થઈ આવેલ હોવાનું જણાવતા આ વાતથી ઉષાબેનને સંતોષ ન થતા આ બાબતે એસ.પી.શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબને રુબરુ માલી આ નાણાંકીય ઉચાપત બાબતે રુબરુ લેખીત રજુઆત કરાતા એસ.પી. રાહુલ ત્રિપાઠી સાહેબએ તાકીદે આ બાબતે પી.આઈ. ડી.ડી.પરમાર સાહેબને યોગ્ય કરાવવા જણાવતા પી.આઈ. ડી.ડી.પરમાર સાહેબએ ફરિયાદીને રુબરુ બોલાવી જાત માહીતી મેળવી આ ઉત્સાહી અને બાહોશ અધિકારી પી.આઈ. ડી.ડી.પરમાર સાહેબએ મહિલા પી.એસ.આઈ. અર્ચનાબેન ખુમાણ મેડમને આ બાબતે તાકીદે તપાસ કરી રિપોટર્ આપવા આદેશ કરતા ઉત્સાહી એવા આ મહિલા પી.એસ.આઈ. અર્ચનાબેન ખુમાણ મેડમએ એ.એસ.આઈ. લક્ષ્મીબેન મોરી, પોલીસ કોન્સ્ટેબલ હિરેનભાઈ મકવાણા તથા હરસુખભાઈ ચાંડપાને સાથે રાખી તાકીદે તપાસ હાથ ધરી માત્ર ૧૨ કલાક માંજ આરોપીને ઝડપી પાડી ઉષાબેન કુસકીયાને જાણ કરતા ઉષાબેન કુસકીયા પોલીસ તંત્રની અસરકારક અને પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી અને આ બાબતે એસ.પી.શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, પી.આઈ.શ્રી ડી.ડી.પરમાર સાહેબ, મહિલા પી.એસ.આઈ. અર્ચનાબેન ખુમાણ મેડમ, એ.એસ.આઈ. લક્ષ્મીબેન મોરી, પોલીસ કોન્સ્ટેબલ હિરેનભાઈ મકવાણા તથા હરસુખભાઈ ચાંડપાને રુબરુ મળી આભાર વ્યક્ત કરતા અભિનંદન પાઠવેલ હતા.