રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ ની સોનાની લગડી જેવી જમીન પર ભૂમાફિયાઓ કરેલ દબાણ દૂર કરવા પુવૅ પાલીકા સદસ્ય મોહનભાઇ પરમાર ,અને વતૅમાન પાલિકા ભાજપ ના સદસ્ય પ્રેમીલાબેન મોહનભાઇ પરમાર ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆત
હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હરણફાળ વિકાસ કરી રહ્યું છે ત્યારે હળવદની પાણીના ભાવે વેચાતી જમીન આજે સોનાની લગડી સમાન વેચાઈ રહી છે ,ત્યારે અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામ નો રાફડો ફાટયો છે તેવું હળવદ વાસીઓ માં ચર્ચાઈ રહ્યું છે બાંધકામ કરવા માટે નગર પાલિકાની મંજૂરી હોવી જરૂરી છે પરંતુ હળવદમાં માસીબા ના ખેતર જેમ વગર મંજૂરીએ અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામ નો રાફડો ફાટયો છે હળવદ શહેરમાં ભૂમાફિયાઓ રાજકીય આગેવાનો અને અનેક ઉદ્યોગપતિઓ દ્વારા લગડી સમાન જમીનનો આમતેમ પ્રકારે અધિકારીઓ સાથે ચોકઠું ગોઠવી ને જમીન ઉપરનું જબરુ લોલમલોલ ચાલે છે તેવું હળવદવાસીઓ માં ચર્ચાઈ રહ્યું છે હળવદ શહેરમાં ગરીબોના વસવાટ માટે એક વાર જગ્યા પણ દોહલી થઇ જાય છે ત્યારે રાજકીય ભૂમાફિયાઓ સરકારી અધિકારીઓની મિલીભગતથી જબરુ લોલમલોલ ચલાવી રહ્યા છે,તેવુ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે, તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ નક્કર પગલા ન લેવાતા તંત્ર વામણુ સાબીત થયુ છે, આ બાબતે હળવદ નગરપાલિકાના સદસ્ય પરમાર પ્રેમીલાબેન મોહનભાઈ ,અને પૂર્વ સદસ્ય પરમાર મોહનભાઇ ગણેશભાઈ એ ઉચ્ચ કક્ષા એ લેખિતમાં રજૂઆત કરી છે,હળવદ નગરપાલિકાના વિસ્તારમાં નગરપાલિકા ની ખુલ્લી જગ્યા જયા હોય ત્યાં માથાભારે માણસો અને રાજકીય ઓથ વાળા માણસો એ હળવદ નગરપાલિકાની હદમાં પાકું બાંધકામ કરી મોકાની જગ્યા ઉપર પાકી દુકાનો બનાવી નાખેલ છે. તેમજ હાલ સરારોડ પર શોપીંગ સેન્ટર બની રહેલ છે છતાં પ્રસાશનદ્વારા કોઈજ કાયૅવાહી કરેલ ના હોઈ વારંવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવતી ના હોય જેથી પૂર્વ નગરપાલિકાના ન્યાય સમિતિના ચેરમેન મોહનભાઈ ગણેશભાઈ પરમાર ,અને પાલિકાના વતૅમાન સદસ્ય પ્રેમીલાબેન મોહનભાઇ પરમાર ની વારંવાર રજૂઆત હોવા છતાં આજદિન સુધી કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી, કે ગેરકાયદેસર બાંધકામ દુર કરવામાં પણ કરવામાં આવેલ નથી તો નગરપાલિકાની કરોડો રૂપિયાની જમીન પર કોના નેજા નિચે કામ થઇ રહેલ છે? તેવો સણસણતો સવાલ ઉઠાવ્યો હતો,
હળવદ ના અનેક વિસ્તારોમાં ભુમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર માસીબા ના ખેતર ની જેમ બાંધકામ કરી દબાણ કરવામાં આવી રહ્યું છે નગરપાલિકા વિસ્તારમાં ખુલ્લેઆમ ગેરકાયદેસર બાંધકામ કરે પાકી દુકાનો બનાવી દીધી છે હળવદ ના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણ કરીને દુકાનો બાધંકામ કરવામાં આવેલ છે,હાલ માં સરારોડ પર ગેરકાયદેસર બાંધકામ થઇ રહ્યું છે જે બાબતની કાર્યવાહી કરવામાં મુખ્યમંત્રી, જીલ્લા કલેકટર, પાલિકાના ચીફ ઓફિસર તથા ઉચ્ચ કક્ષાએ નગરપાલિકાના પુવૅસદસ્ય એ લેખિત માં રજૂઆત કરી છે અને આનો યોગ્ય નિકાલ કરવા નહી આવે તો આગામી દિવસોમાં સત્યાગહ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે, હાલ તો હળવદ શહેરમાં આડેધડ થઇ રહેલ ગેરકાયદેસર બાંધકામ અટકાવી જેની ફરજ છે તે નગરપાલિકાના અધિકારીઓ અને વહીવટ કર્તાઓ ધોર નિંદ્રામાંથી માંથી જાગી તાત્કાલિક ધોરણે ગેરકાયદેસર બાંધકામ દૂર કરી જે વ્યક્તિ દબાણ કરેલ છે, તેમની સામે યોગ્ય કાર્યવાહી થાય તેવી શહેરીજનોની માંગણી ઉઠવા પામી છે.