રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા પોલીસ વડા હિમકર સિંહ એ નર્મદા જીલ્લામાં ગુમ થયેલ બાળકો જે હાલ સુધી પરત મળી આવેલ ન હોય તેમને શોધી કાઢવા માટેની પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપતા એ.એમ.પટેલ,પો.ઇન્સ. એલ.સી.બી.ના સુપરવિઝન હેઠળ રાજપીપળા પોલીસ અપહરણ ના ગુનાનો આરોપી રાજદિપભાઇ ખુશાલભાઇ તડવી રહે.વાંદરીયા તા.નાંદોદ જી.નર્મદા એ સગીર વયની બાળાને લગ્ન કરવાની લાલચ આપી કાયદેસરના વાલી પણામાંથી પટાવી ફોસલાવી અપહરણ કરી લઇ ગયેલ હોય આ આરોપી સગીરવયની બાળા સાથે જામનગર જીલ્લા ખાતે હોવાની ટેક્નીકલ સર્વેલન્સ આધારે માહીતી મળતા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો જામનગર જીલ્લા ખાતે ગયેલ દરમ્યાન જામનગર જીલ્લાના કે.એલ.ગાધે,પો.ઇન્સ, એસ.ઓ.જી. તથા તેમની ટીમની મદદથી એલ.સી.બી.નર્મદા સ્ટાફના માણસો દ્વારા જામનગર જીલ્લાના બુમથીયા ગામથી ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી રાજપીપળા પો.સ્ટે.ને સોંપવામાં આવ્યા છે.