રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
આગામી નવેમ્બર માસમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે ત્યારે વિકટ બનેલો આદિજાતિ દાખલા નો પ્રશ્ન આદિજાતિ સમાજમાં ઉગ્ર રોષ નું કારણ બની ગયો બની રહ્યો છે દાખલા ના પ્રશ્ન સંપૂર્ણ નિકાલ હજી સુધી આવ્યો નથી ત્યારે આગામી ચૂંટણીઓમાં આદિજાતિ લોકોને સાચેસાચું પ્રતિનિધિત્વ મળશે એ પ્રત્યે સવાલ આ પંથકમાં ઉગ્ર પણે ઉઠી રહ્યો છે. ગત વિધાનસભાની પેટાચૂંટણીમાં મંત્રી જાતે આ વિસ્તારમાં પ્રચારમાં ઉતરીને લોકોને સમજાવવામાં સફળ રહ્યા હતા પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં લોકોને સમજાવવા કઠિન બને તો નવાઈ નહી.?
આગામી નવેમ્બર માસમાં જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચુંટણી ના પડઘમ વાગી રહ્યા છે વારા ફરથી અનામત બેઠકની ફાળવણી થઈ ચૂકી છે મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં ત્રણ બેઠકો પૈકી ત્રણ બેઠકો આદિ જાતિ માટે અનામત છે તેમ બે બેઠકો અનુસૂચિત જાતિ સ્ત્રી તથા એક બેઠક અનુસૂચિત આદિજાતિ માટે અનામત છે તથા ખાનપુર તાલુકા પંચાયત માં બે બેઠકો અનુસૂચિત આદિજાતિ માટે ફાળવવામાં આવી છે ત્યારે ત્યારે વર્ષોથી વિકટ બનેલો આદિજાતિ દાખલા નો પ્રશ્ન તંત્રની ઊંઘ હરામ કરી રહ્યો છે એક તરફ પેટાચૂંટણીના વાયદાઓ તો બીજી તરફ યુવાનોનો આક્રોશ આગામી ચૂંટણીને આવતા અગાઉ જ મહા સંગ્રામ બનાવી રહ્યો છે. ચૂંટણી જાહેર થયા અગાઉ સમગ્ર પંથકમાં આદિજાતિ ના દાખલા આપવામાં આવે તો જ સાચું પ્રતિનિધિત્વ મળી શકે તેવી આ વિસ્તારના યુવાનો માં માંગ ઉઠી રહી છે તથા સોશીયલ મિડીયા મારફતે યુવા નો ને જાગૃત થાય તે માટે અનેક યુવાનો પ્રયત્ન કરી રહ્યા છે.