વડોદરા શહેરમાં કોરોનાને કારણે આજે વધુ બે મહિલાના મોત નીપજ્યા છે જ્યારે વધુ ૧૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરાના બનીયન સીટી ડુપ્લેક્સ ખાતે રહેતા 66 વર્ષના મોહિની બેન બ્રહ્મખત્રી અને 75 વર્ષના વારસિયા ગુલશન એપાર્ટમેન્ટમાં રહેતા સલમાન બીબી મન્સૂરીનું ગઈ મોડી રાત્રે મોત નીપજ્યુ હતું. જેથી મૃત્યુઆંક સત્તર પર પહોચ્યો છે જ્યારે કોરોનાનાં 182 ટેસ્ટ લેવામાં આવ્યા હતા. જેમાંથી આજે વધુ સોળ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી વડોદરામાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 279 થઈ છે.
હાલ કોરોના સંક્રમિત દર્દીઓ ગોત્રી હોસ્પિટલ, આજવા સ્થિત બાવાની ઇબ્રાહિમ આઈટીઆઈ કોવિડ કેર સેન્ટર અને હાઇસ્પીડ રેલ ભવન સ્થિત કોવિડ કેર સેન્ટરમાં સારવાર મેળવી રહ્યા છે. આજે ૧૬ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. તે શહેરના વાસણા, કારેલીબાગ, વગોડિયા રોડ પાણીગેટ, નાગરવાડા, નવાબજાર, મોગલ વાડા, યાકુતપુરા વિસ્તારના છે.