રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ પિડારીયા હોલ ખાતે આજરોજ પાટણ જિલ્લાના ખેતી વાડી વિભાગ દ્વારા સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના હેઠળ મળતા ખેડુત લક્ષી યોજના હેઠળના લાભ લેવા માટે ખેડૂતો ને સમજણ આપવામાં આવેલ સાત પગલા અંતર્ગત ગુજરાત ના મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણીનું સંબોધન ખેડૂતો ને બતાવવામાં આવ્યું હતું સાત પગલાના કાર્યક્રમમા રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ પણ ગેર હાજર રહ્યા હતા.સાત પગલાના કાર્યક્રમમાં પાટણ જિલ્લાના સંસદસભ્ય ભરતભાઈ ડાભી મુખ્ય મેહમાન તરીકે ગેર હાજર રહ્યા હતા. ત્યારે ખેડૂતો લક્ષી વાતો કરતા રાજકીય નેતાઓની ગેરહાજરી જોવા મળી હતી ત્યારે આ કાર્યક્રમ માં માન લખમણભાઇ પટણી ચેરમેન ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ હાજર રહ્યા હતા.
રાધનપુર ના પુવૅ ધારાસભ્ય લવેગજી સોલંકી અને રાધનપુર માર્કેટયાર્ડના ચેરમેન અમથાભાઈ ચોધરી તાલુકા પંચાયત ના પ્રમુખ લવજીભાઈ ઠાકોર અને ખેતી વાડી વિભાગના અધિકારી હાજર રહ્યા હતા ત્યારે ખેડૂતોને પાટણ જિલ્લાના ૩૯૦૭ લાભાર્થી ને લાભ કિશાન પરિવાહન યોજના હેઠળ લાભ લીધો. સાત પગલા કાર્યક્રમનું સુંદર આયોજન ચતુર દાન ગઢવી એ કરેલ લોકો ને ખેડૂતો ને સરકાર દ્વારા અપાતા લાભ લેવા સમજણ આપી હતી.