રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે સેજલપુરમાં મકાનની દીવાલ ધરાશાયી થઇ જતાં ત્રણના મોત થતા ચકચાર મચી જવા પામી છે.
કોરોના મહામારી અને વરસાદી વાતાવરણ વચ્ચે પાલનપુરમાં આજે વહેલી સવારે જર્જરિત મકાનની દીવાલ ધરાશાયી થઇ હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં દીવાલ નીચે દટાવવાથી ત્રણ લોકોના મોત થવાનું સામે આવ્યું છે. આ સાથે ૧૧ જેટલા લોકો દીવાલ નીચે દટાયા હોવાથી સ્થાનિક અને તાત્કાલિક લોકોને બહાર નીકાળવા દોડધામ શરૂ થઇ હતી. ઘટનાને લઇ મામલતદાર પોલીસ,પાલિકા અને ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે સેજલપુરમાં મકાનની દીવાલ ધરાશાયી થતા ત્રણના મોત થી ચકચાર મચી ગઈ છે મૂળ રાજસ્થાનના લોકો મજૂરી અર્થે સેજલપુર વિસ્તારમાં આવ્યા હતા. એક મકાનનું કામ કરી રહ્યા હોવાથી બાજુના જર્જરીત મકાનની દિવાલ ધરાશાય થતા ૧૧ લોકો દટાયા હોવાની ઘટના સામે આવી છે. જો કે દિવાલ નીચે દટાઈ જવાથી બે બાળકો અને એક મહિલા મળી ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થતા પંથકમાં ખળભળાટ મચી ગયો છે. સેજલપુરમાં બનેલી દુર્ઘટના ને લઈને સ્થાનિકો સહીત લોકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતા. પ્રાથમિક તપાસમાં મજૂરો જર્જરિત મકાનના બાજુના મકાનના શૌચાલયનો કૂવો ખોદી રહ્યા હતા. આ દરમ્યાન જર્જરિત દીવાલ પડતાં ૧૧ લોકો દટાઈ ગયા હતા જેમાં ત્રણના મોત બાદ અન્ય આઠ લોકોને બહાર નીકાળી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દુર્ઘટનામાં બે બાળકોના પણ મોત થતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો.