મહીસાગર જિલ્‍લા પંચાયત ખાતે જળશકિત મંત્રાલય અને વિશ્વ બેન્‍ક દ્વારા સ્‍વચ્‍છ ભારત મિશન ગ્રામીણની જિલ્‍લાની કામગીરી અંગે વર્ચ્‍યુઅલ સમીક્ષા બેઠક યોજાઇ..

Latest Mahisagar
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર

સમગ્ર ગુજરાતમાંથી આ બેઠકમાં મહીસાગર અને દાહોદ જિલ્‍લાની પસંદગી

બેઠકમાં જિલ્‍લાની કામગીરીનું જિલ્‍લા વિકાસ અધિકારી નેહા કુમારીએ પ્રેઝન્‍ટેશન રજૂ કર્યું

ભારત સરકારના જળશક્તિ મંત્રાલય અને વિશ્વ બેન્ક દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામિણની સહાયક કામગીરી અને અમલીકરણ કરવામાં આવેલ કામગીરી અંગેની વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક અરુણ બરોકાના અધ્યક્ષ સ્થાને મહીસાગર જિલ્‍લા પંચાયતના સભાખંડ ખાતે યોજાઇ ગઇ. અત્રે ઉલ્‍લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાંથી વિશ્વ બેંકની સૌથી વધુ ગ્રાન્ટનો ઉપયોગ કરનાર બે જિલ્લાઓ મહીસાગર અને દાહોદ એમ બે જિલ્‍લાની આ બેઠકમાં જોડાવા માટે પસંદગી કરવામાં આવી હતી.

મહીસાગર જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં યોજાયેલ આ વર્ચ્યુઅલ બેઠકમાં ગુજરાતના બે જિલ્‍લાઓ પૈકી મહીસાગર જિલ્લા વતી જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.નેહા કુમારીએ આ પ્રેઝન્‍ટેશનમાં જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામિણની સર્વગ્રાહી સમીક્ષા, સંસ્થાગત માળખાઓની સારસંભાળ, પર્યાવરણમાં સંતુલન, સમાન ધોરણે પ્રોજેક્ટનો લાભ અને લોકભાગીદારીમાં સાતત્યતાના પરિણામોની સ્થિરતા જાળવી રાખવાની યોજના, પ્રોત્સાહક ભંડોળ, કાર્યક્રમનો એક્શન પ્લાન રજુ કર્યો હતો.આ બેઠકમાં મહીસાગર જિલ્લાની સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ અંતર્ગત થયેલ કામગીરીને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીએ આ બેઠકમાં મળેલ માર્ગદર્શનનો અમલ કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. નેહા કુમારીએ જિલ્લાની કામગીરીને મળેલ પ્રોત્સાહનથી કર્મયોગીઓનો ઉત્સાહ વધતાં કર્મયોગીઓએ બમણા વેગથી સ્વચ્છ ભારત મિશનની કામગીરીને મિશન મોડમાં કાર્ય કરવા અંગે સંકલ્પ વ્યકત કર્યો હોવાનું જણાવ્‍યું હતું.આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *