રિપોર્ટર: વિપુલ ધામેચા,ધોરાજી
રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા
તાજેતરમાં જે રીતે અનરાધાર મેઘમહેર થઈ છે ત્યારે આ મેઘમહે થી સૌથી વધુ નુકશાન વેઠવાનો વારો જગતનાતાત એવા ખેડૂતોને થયો છે. કોઈ નો ત્રણ વાર વાવેલો પાક ધોવાય ગયો છે તો ક્યાંક બળી ગયો છે. આ વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવેલું હતું જેથી નદી કાંઠાના ખેતરોમાં પાક અને જમીનનું પણ ધોવાણ થઈ ગયેલ છે. આ ત્રણ ત્રણ વખત કરેલ વાવેતર અને મહેનત પાણીમાં ધોવાઈ ગયેલ હોય જેથી ખેડૂતોને આર્થિક મોટો ફટકો પડયો છે. આ નુકશાન અંગે ખેડૂતો વળતર અને સહાય તેમજ રાહત પેકેજની માંગ કરી રહ્યા છે. આ ખેડૂતોની મદદ માટે ધારાસભ્ય લલિત વસોયા દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરેલ. પરંતુ આ આંદોલન વેગ પકડે તે પેલા જ લલિત વસોયાની અટકાયત કરી દેવામાં આવી છે.