રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ માર્કેટિંગ યાડ થઈ નવા કપાસની પહેલી આવક
સૌરાષ્ટ્રના મુખ્ય પાકમાંથી એક કપાસની આવકની શરૂઆત થઈ ગઈ છે. અને પહેલી આવકમાં કપાસના સારા ભાવ મળતા આ વર્ષે સિઝન સારું રહેવાની ખેડૂતોને અને વેપારીઓને આશા છે. કપાસના જે પાકનું આગોતરું વાવેતર કરવામાં આવ્યું હતું તે માર્કેટ યાર્ડમાં પહોંચ્યો હતો. મોરબીજિલ્લાના વાવડીના ખેડૂત દોઢ મણ કપાસની હરરાજી બોલાઈ ખેડૂતે હળવદ માર્કેટિંગ યાર્ડમાં છપૈયાધીશ ટ્રેડર્સ નામની પેઢીમાં ગાંસડી કપાસ લાવ્યા હતા. જેની હરરાજી કરવામાં આવી હતી.
કપાસની હરરાજીમાં મુહૂર્તના સોદા પાડવા માટે માલની હરરાજી કરવામાં આવી જેમાં ૨૫૫૦ રૂપિયામાં માલ વેચાયો છે. જે અત્યાર સુધીનો સૌથી વધુ ભાવ છે. હળવદ માર્કેટિંગ યાર્ડના ઈતિહાસમાં પહેલીવાર આટલા ભાવમાં કપાસ વેચાયો છે. પહેલા 1 મણ કપાસની આવકમાં જ શુભ શરૂઆત થતા આ વખતે કપાસનો ભાવ સરેરાશ સારો રહે તેવી આશા રાખવામાં આવી રહી છે. હળવદના એક વેપારીના જણાવ્યા પ્રમાણે મોરબી જિલ્લામાં ૧૦ થી ૧૫ દિવસમાં નવા કપાસની વધુ આવક જોવા મળશે. આ વર્ષે વરસાદ વધારે થવાના કારણે ઘણા ગામ માં કપાસના વાવેતર થયું છે. ત્યારે મોરબી જિલ્લામાં નવા કપાસની આવક જોવા મળતા વેપારીઓ અને ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.
ગત વર્ષના જૂના કપાસનો ભાવ ૯૦૦ થી ૧૦૦૦ રૂપિયા જોવા મળે છે. જ્યારે આ વર્ષે ભાવ ૧૦૦૦ થી ૧૧૦૦ રહેવાની સંભાવના છે. હાલ જે કપાસની આવક થઈ તે આગોતરું વાવેતર કરેલ હતું. કપાસની નિયમિત આવક શરૂ થતા સમય લાગશે. અને આ વખતે પાક સારો રહેવાની અને સારા ભાવ મળવાની અમને આશા છે.