રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર
પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ ખાતે પ્રધાન મંત્રી આવસ યોજના હેઠળ કેટલાક ગરીબ પરિવારો ને સરકારની યોજના હેઠળ મકાન મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારે જે લોકો ને પ્રધાન મંત્રી આવસ યોજના હેઠળ મકાન મંજૂર કરવામાં આવેલ હતું તેમને જીવન માં પોતાનુ મકાન બનશે તેવી આશા બંધાઈ હતી પણ એ આશા ઠગારી નીકળશે તેવી કલ્પના પણ ન હોતી. ત્યારે મકાન ના ફોર્મ ભરવામાં આવેલ તાયર બાદ મકાન મંજૂર કરવામાં આવ્યા અને મકાન ના પાસ થયેલા પૈસા અન્ય કમૅચારીઓ ની મીલી ભગત થી કોઈ અન્ય લોકો ના ખાતા માં નાખી પૈસા ઉપાડી લીધા ગરીબ લાભાર્થી મકાન ની આશા રાખી ને મકાન ની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા ત્યારે તેમણે પાટણ જિલ્લાના સમી તાલુકા પંચાયત કચેરી ખાતે જઈને પૂછી લો કે અમારે મકાન ક્યારે મંજુર થશે ત્યારે સમી તાલુકા પંચાયત કચેરી ખાતેથી જાણવા મળેલું કે તમારા મકાનના બે હપ્તા ઉપડી ગયા છે ત્યારે ગરીબ લાભાર્થી પોતાના મકાન ના નામે અન્ય લોકો પૈસા ઉપડી ગયા હોવાની ખબર પડતાં ગામમાં ચર્ચાનો વિષય બન્યો ઘરે અન્ય લોકોએ પોતાના મકાન માટે ફોર્મ ભરેલા તપાસ કરતા કેટલાક લોકોના આવા પૈસા ઉપડી જવાની જાણ થતા ગરીબ લાભાર્થી પોતાના નામે પ્રધાનમંત્રી આવાસ યોજના મંજૂર થયેલા મકાનો ના પૈસા અન્ય લોકો કર્મચારીઓની મિલીભગતથી ઉપાડી લીધાની જાણ થતા પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ ના લોકોએ સમી તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી લેખિતમાં જાણ કરી અને સમી નાયબ કલેક્ટરશ્રી લેખિતમાં જાણ કરે છે અને પાટણ જિલ્લા એલસીબી અધિકારી લેખિતમાં જાણ કરેલી પાટણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ને જાણ કરેલ તો પાટણ જિલ્લાનું સમી તાલુકા પંચાયત દર વખતે વિવાદમાં સપડાતા જ રહે છે ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના માં થયેલ ગેરરીતિ ની યોગ્ય તપાસ થાય તેવું વરાણા ગામ ના ગરીબ પરિવાર જે પોતાના મકાન ની આશા રાખીને બેઠા છે તેવા લાભાર્થીઓને લાભ મળશે કે મકાનની આશા ઠગારી નિવડશે તે તો આવનારો સમય જ બતાવશે.