કોરોના સંક્રમણ વચ્ચે અયોગ્ય દુરવ્યવહાર કરતા પોલીસ જવાનને તાત્કાલિક સસ્પેન્ડ. અમદાવાદમાં કોરોનાની મહામારીથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે ઈસનપુરમાં રહેતી એક મહિલાએ કંટ્રોલરૂમમા કોરોના વ્યક્તિ દ્વારા હેરાનગતિ થઇ રહી છે. તેની જાણ આપવા મેસેજ કર્યો હતો, ત્યારે પોલીસ કન્ટ્રોલ રૂમના પોલીસ જવાને બિભત્સ વર્તન કર્યું હતું. જયારે પોલીસ કમિશનરને આ વાતની જાણ થતા આ બાબતની ગંભીરતા દાખવીને કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા એએસઆઇ પોલીસ જવાનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
