રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર
મકાન નો બીજો અડધો ભાગ બહાર રાહદારી નીકળે છે તે બાજુ આવેલ અડધો ભાગ પડું પડું થઈ રહ્યો છે.
આ વિસ્તાર નાગરિકો ની અવરજવર જાહેર રસ્તો છે જો મકાન પડે તો બહુ મોટી જાનહાની થઈ શકે છે તેમ સ્થાનિક લોકો જણાવે છે. મારફતિયા પાડા રહીશો દ્વારા પાટણ વહીવટી તંત્ર નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર ને ચાર દિવસ પહેલા જાણ કરવા છતાં કોઈ કામગીરી હાથ ધરાઈ નથી. પરમ પૂજ્ય પાઠક સાહેબ દેવસ્થાન પણ આ મકાન ને અડીને આવેલું છે આ વિસ્તારને સ્થાનિકો દ્વારા હાલમાં જાતે જ બંધ કરવામાં આવ્યો અને જણાવ્યું કે કામ સરકારી તંત્ર દ્વારા થવું જોઈએ તે અમારે કરવું પડે છે. સ્થાનિક લોકો દ્વારા મકાન માલિક જે સુરત રહે છે તેઓને પણ જાણ કરવા છતાં તેઓએ પણ મકાન ઉતારવા માટે આજદિન સુધી આવ્યા નહિ અને અહી રહેતા સગા સંબંધી ને પણ જણાવ્યું નથી. સ્થાનિક લોકો જણાવ્યું છે કે વહેલી તકે આ મકાન પડે તે પહેલા યોગ્ય કાર્યવાહી હાથ ધરી ઉતારવા માટે પાટણ જિલ્લા વહીવટી તંત્ર નગરપાલિકા ને માંગ કરી છે.