મોરબી: હળવદની બ્રાહ્મણી ૨ ડેમ ઓવરફલો થતા ‌ડેમ‌ના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા.

Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુસવાવ ગામે આવેલ બ્રાહ્મણી ૨ ડેમ ખાતે શનિવારે વારે રાત્રે‌ અને રવિવારે સવારે ડેમની આસપાસ ,અઢી ઈંચ વરસાદ પડતા વરસાદનું પાણી ડેમ માં આવતા ડેમ ઓવરફ્લો થતાં એક ફુટ ‌પાણી અને ‌ત્રણ‌ દરવાજા ખોલવામાં આવ્યા હતા આ અંગે સિંચાઈ વિભાગના સેકસન ઓફીસર કે .જી .લીંબડીયા ને પૂછતાં તેવો‌ જણાવ્યું હતું

વરસાદના પગલે ડેમમાં ૨૪૦૦ કયુસક પાણીનીઆવક થતા ‌૨૬૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. રવિવારે બપોરે ડેમ‌ ના ત્રણ‌દરવાજો ખોલવા મા આવ્યા હતા‌ અને આજુબાજુના ૯ ગામ ના લોકો અને પશુપાલકોએ નદીના પટમાં અવર જવર ન કરવી તેવી દરેક ગામના તલાટીઓ સરપંચ ને સૂચના આપવામાં આવી હતી તેમ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *