રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
આજરોજ ગીરગઢડા તાલુકાના વેળાકોટ-સનવાવ ગામનાં રોડ ઉપર કાનાભાઈ નાનજીભાઈ બાંભણીયા ઉ.વ.૩૦ તથા તેનો દિકરો પ્રવિણભાઈ હોન્ડા સાઈન મોટર સાયકલ ઉપર ગીરગઢડા જતા હતા તેથી અરજણભાઈ વાસાભાઈને મોટર સાયકલ ઉપર બેસાડી થોડે દુર સુધી ગયા ત્યાં એક ટ્રેકટર ચાલકે પુરઝડપે બેદરકારીથી ચલાવી મોટર સાયકલને ભટકાવતા રોડ ઉપર પડી જતા અરજણભાઈ વાસાભાઈ ભીલ ઉ.વ.૩૫ ટ્રેકટરની ટ્રોલીના પાછળના ટાયરમાં આવી જતા ઘટના સ્થળે મોત થયુ હતુ અને કાનાભાઈ નાનજીભાઈ તથા તેમના દિકરા પ્રવીણને સામાન્ય ઈજા થઈ હતી ટ્રેકટર ચાલક અકસ્માત કરી ટ્રેકટર રેઢુ મુકી નાસી ગયો હતો અને અકસ્માતનો બનાવ બનતા પી.એસ.આઈ. કે.એન.અઘેરા તથા સ્ટાફ ઘટના સ્થળે પહોચી લાશ પોસ્ટ મોર્ટમ માટે ગીરગઢડા હોસ્પિટલ ખાતે ખસેવામાં આવી હતી. ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં કાનાભાઈ નાનજીભાઈ બાંભણીયાએ ટ્રેકટર ચાલક સામે અકસ્માતે મોત નીપજાવી ઈજા કર્યાની ફરીયાદ નોંધાવી છે.