રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ઉપરવાસમાં થી સતત પાણીની આવક થતા સપાટી રુલ લેવલ ને પાર : ૨,૪,૫,૬,૮ નંબરના ૫ ગેટ ૨.૦૦ મીટર ખોલાયાં.
રાજપીપળા પાસેના કરજણ ડેમ માંથી કરજણ નદીમાં શુક્રવારે સાંજે ૪ વાગે ૪૫,૩૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.
આ બાબતે માહિતી આપતા કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એવી.મ્હાલે ના જણાવ્યા મુજબ હાલ સતત ઉપરવાસ માંથી પાણીની આવક થતા કરજણ ડેમ માં પાણીની સપાટી તેના રુલ લેવલ ને પાર થઈ જતા લેવલ જાળવવા કરજણ ડેમ માંથી પાંચ રેડિયલ ગેટ ખોલી ૪૫,૩૦૦ ક્યુસેક પાણીનો જથ્થો કરજણ નદીમાં છોડાયો છે જેથી કાંઠાના વિસ્તારોના ગામના લોકોને સાવચેતી રાખવા પણ સૂચના આપી એલર્ટ કરાયા છે.
હાલ કરજણ બંધ માં 30,800 ક્યુસેક જેટલી પાણીની આવક છે આજે ડેમનું રુલ લેવલ ૧૦૯.૪૫ મીટર છે. માટે રુલ લેવલ જાળવવા માટે ડેમના ૫ રેડિયલ ગેટ ખોલી ને ૪૫,૩૦૦ ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાઈ રહ્યું છે ડેમ ૭૩.૩૭ % ભરાયો છે. ડેમ નું આજ નું લાઈવ સ્ટોરેજ ૩૯૫.૩૩ મિલિયન કયુબિક મીટર છે.