રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
વર્ષોથી ત્યાં સરકેશ્વર મહાદેવ બિરાજમાન છે ભાદરવી અમાસના દિવસે અહીં ખુબજ મેળો ભરાય છે જાફરાબાદ રાજુલા સહિતના ગ્રામ્ય વિસ્તારોના મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે તેમજ અહી ભાદરવી અમાસના દિવસે મેળામાં લોકો ઉમટી પડે છે પણ કોરોનાની મહામારી ને ધ્યાનમા લયને ભાદરવી અમાસ નો મેળો બંધ રાખવા નો ટ્રસ્ટીઓ દ્વારા નિર્ણય લીધો હતો..
સરકેશ્ચર મહાદેવ નું મંદિર દરિયાકાંઠા ઉપર આવેલ છે અને હજારોની સંખ્યામા માનવ મહેરામણ જોવા મળી રહી છે તેમજ આ વખતે કોરોના વાયરસની મહામારીને ધ્યાનમા લયને મેળો બંધ રાખવા મા આવ્યો હતો અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આજુબાજુના લોકો માટે દર્શન કરવા માટે આવે છે ત્યારે લોકોને સરકેશ્વર મહાદેવના દર્શન માટે છૂટી આપવામાં આવી છે પણ અહીં લોકમેળાનું આયોજન સંપૂર્ણપણે બંધ રખાયું છે જાફરાબાદ પોલીસ સ્ટેશનના પીઆઇ ના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.