રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અને સાંતલપુર તાલુકાના કાંઠા વિસ્તારના બાર ગામ જવાનો રસ્તા ઉપર બનાસ નદીના પુલનું કામ અધુરૂ મુકીને જતી રહેલી એજન્સી ના કારણે બાર ગામના લોકોને અવર જવર કરવામાં પડતી મુશ્કેલીને. લઈને રાધનપુર ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ એ ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નિતીન પટેલ સાહેબને પત્ર લખીને તાત્કાલિક ધોરણે કામગીરી પુરી કરવા માટે કરી રજુઆત કરવામાં આવી છે.રાધનપુર અને સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અબિયાણ થી પેદાશ પુરા ગડસાઈ અગીચાણા રોડ ના બનાસ નદીના પુલ ની કામગીરી ત્રણ વર્ષ થી બંધ હોવાથી લોકોને પડતી મુશ્કેલીને લઈને ધારાસભ્ય દ્વારા નાયબ મુખ્ય મંત્રી નિતીન પટેલને પત્ર લખ્યો છે.