આણંદમાં પણ પોઝિટિવની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે આણંદમાં પોઝિટિવ કેસોનો આંકડો 17એ પહોંચ્યો છે. આજના 7 કેસો અગાવના કેસોના સંક્રમણના કારણે સામે આવ્યા છે. ગઇકાલે પણ ખંભાતના અલિંગ ચાર રસ્તા પાસે આવેલી મોતીવાળાની ખડકીમાં 53 વર્ષિય દિનેશ રાણા નામના વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે સારવાર અર્થે આણંદ સિવિલ હોસ્પિટલમાં છે. દિનેશ રાણા ખંભાતમાં હલવાસનની દુકાન ધરાવે છે.