નર્મદા: ડેડીયાપાડા તાલુકાના માથાસર ગામે વન અધિકાર અધિનિયમ હેઠળ અધિકારપત્રો વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.

Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

ડેડીયાપાડા તાલુકાના અતિ ઊંડાણ વિસ્તારના માથાસર ગામે વન અધિકાર અધિનિયમ હેઠળ અધિકારપત્રો વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં કુલ ૨૧૪ જેટલા લાભાર્થીઓને આ પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં ઉપસ્થિત લોકોને વન સૃષ્ટિનું મહત્વ સમજાવવામાં આવ્યું , અને લોકો વધુમાં વધુ વૃક્ષા રોપણ કરે તેની અપીલ કરવામાં આવી.હાલમાં સમગ્ર વિશ્વ કોરોના મહામારી નો સામનો કરી રહ્યો છે .તે માટે લોકોએ ફરજિયાતપણે માસ્ક પહેરવું જોઈએ, એકબીજાથી અંતર જાણવું જોઈએ, જરૂર સિવાય ઘરની બહાર ન નીકળવું જોઈએ ,નિયમિત ઉકાળો પીવો જોઇએ , આયુર્વેદિક દવાનું સેવન કરવું જોઈએ, તથા કોરોના વાયરસ કેટલો ગંભીર છે. તે બાબતે ઉપસ્થિત રહેલા આદિવાસી ભાઈઓ તથા બહેનોને માહિતગાર કરવામાં આવ્યા હતાં . તદઉપરાંત કોરોના વાયરસના કારણે હાલમાં શિક્ષણ કાર્ય બંધ છે. શહેરી વિસ્તાર અને આસપાસના વિસ્તારમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. પરંતુ અંતરિયાળ વિસ્તારના ગામો જ્યાં નેટવર્કની સમસ્યા છે, તેવા ગામોમાં ઘરે ઘરે જઈને વાલીઓ તથા શિક્ષક યુવાનોને સરકારી પુસ્તકો આપવામાં આવ્યા છે. તે પુસ્તકનું વાંચન કરાવવુ તથા કોલેજ અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ સ્વયંભૂરીતે શિક્ષણનું પોતે જ મહત્વ સમજવું જોઈએ અને આ શિક્ષણથી જનરલ નોલેજ પ્રાપ્ત કરે તેવી અપીલ કરવામાં આવી હતી. ડેડીયાપાડા તાલુકાના સગાઈ, વેડચા, પાનખલા વગેરે જેવા ગામોમાં જઈને શ્રી મોતીભાઈ વસાવા, શંકરભાઈ વસાવા, પાર્ટીના પ્રમુખ મનસુખભાઇ વસાવા, મહામંત્રી ધરમસિંહ વસાવા, માજી જિલ્લા પંચાયત સભ્ય રમેશભાઈ વસાવાએ લોકોને અધિકાર પત્રો વિતરણ કર્યા હતાં. આ પ્રસંગે જાનકી આશ્રમના સંચાલક શ્રી સોનજીભાઈ વસાવા,ગામના સરપંચ સોમાભાઈ વસાવા, તાલુકા પંચાયત માજી. સદસ્ય ઉબડીયાભાઈ વસાવા, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ટ્રાયબલ કચેરીના પ્રતિનિધિઓ તથા ફોરેસ્ટ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *