રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળાના પરિણીત યુવાને પત્નીના વિરહમાં પોઈચા પુલ પરથી લગાવી મોતની છલાંગ લગાવી ચાર વર્ષ પહેલાં લગ્ન કર્યા બાદ પરિવારથી અલગ ભાડાના મકાનમાં રહેતા દંપતી વચ્ચે પતિના વ્યસનના કારણે ઝગડા થતા પત્ની રીસાઈ પિયર જતી રહી હતી . રાજપીપળા શહેરના ખત્રીવાડમાં રહેતા એક પરિણીત યુવાને પત્નીના વિરહમાં પોઈચા પુલ પરથી મોતનો કૂદકો મારી જીવનનો અંત આણ્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા સોનિવાડમાં રહેતા વિજય ઉર્ફે(રવિ)કાનજીભાઈ સવાણી (ઉ.વ.૨૭) ના લગ્ન ચારેક વર્ષ પૂર્વે થયા બાદ તે પોતાના પરિવાર થી અલગ પત્ની સાથે ખત્રીવાડ ખાતે એક ભાડા ના મકાન માં રહેતા હતા.પોલીસ સૂત્રો ના જણાવ્યા મુજબ વિજય ઉર્ફે રવિ વ્યસનની લતે ચઢી જતા અવાર નવાર પતિ પત્ની વચ્ચે ઝગડા થતા હોય અઠવાડિયા પહેલા પણ દંપતી વચ્ચે સામાન્ય બાબતે ઝગડો થતા પત્ની તેના ખત્રીવાડ ખાતે જ આવેલા પિયર ચાલી ગઈ હતી.
બુધવારે બપોરે પત્ની તેના વડોદરા ખાતે રહેતા ભાઈને ત્યાં રાખડી બાંધવા ગઈ હતી ત્યાં અચાનક તેના પતિદેવ પણ પહોંચી ગયા ત્યાં પહોંચી પતિ એ પત્નીને જણાવ્યું કે તું મારી સાથે રાજપીપળા ચાલ પરંતુ પત્ની પતિની બાઈક પર ન બેસી તેના તેના ભાઈ ની બાઈક પર બેસી રાજપીપળા આવવા નીકળી ત્યારે પોઈચા બ્રિજ નજીક પતિ એ તેમની બાઈક ની ઓવરટેક કરી બ્રિજ ઉપર બાઈક મૂકી પાછળ આવતી પત્ની અને સાડાની નજર સમક્ષ જ બ્રિજ ઉપર થી નદી માં છલાંગ લગાવતા ત્યાં બુમાબુમ થઈ પરંતુ કોઈ કઈ કરે તે પહેલાં વિજય સવાણી ના જીવન નો અંત આવ્યો હોય આ બાબતે પરિવારજનો એ રાજપીપળા પોલીસ ને જાણ કરતા પોલીસે વિજય ના મૃતદેહ ને પીએમ માં મોકલી હાલ અ. મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.