રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લાની રાજપીપળા સ્થિત કોવીડ-૧૯ હોસ્પીટલ મા સારવાર અને વ્યવસ્થા બાબત ની ઉઠેલી અસંખ્ય ફરીયાદો અને મિડીયા ના સતત રિપોર્ટીંગ ને કારણે તંત્ર હરકત મા આવ્યું છે.પાછલાં દિવસો મા વેન્ટીલેટર ના સપોર્ટ ના અભાવ મા દર્દીઓ મૃત્યુ પામ્યાં ના ગંભીર આક્ષેપો ની હારમાળા સર્જાઈ હતી, ત્યારબાદ ડેડીયાપાડા તાલુકા ના ખોખરા ઉમર ગામ ના વતની નુ રહસ્યમય સંજોગો મા મોત નિપજતાં મૃતક ના પુત્ર એ મુખ્યમંત્રી સહીત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને સમગ્ર બાબત થી વાકેફ કરી નિષ્કાળજી દાખવનાર ડોકટર અને સ્ટાફ સામે કાર્યવાહી ની માંગ કરી હતી.
આથી કલેકટર એ આ બાબત ની નોંધ લઈ આરોગ્ય અધિકારીઓ સાથે વાટાઘાટો કરી પ્રાયોજના કચેરી ના અધિક કલેકટર બી.કે પટેલ ને વ્યવસ્થા બાબત ની દેખરેખ માટે વધારાની જવાબદારી સોંપી છે, જેમની જવાબદારી હોસ્પીટલ ની વ્યવસ્થા સુચારૂ રીતે કાર્યરત રાખવાની છે, એપેડમીક અધિકારી ડો આર એસ કશ્યપ એ ફલોર દિઠ એક મેડીકલ ઓફિસર ની નિમણુંક ની તૈયારી કરી હોવાની તેમજ બહાર થી સ્પેશ્યાલિસ્ટ ડોકટર ને બોલાવવાની ખાતરી આપી હતી અને હવે પરિસ્થિતિ સુધરી જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો, અને દર્દીઓ ના સગાં ઓ માટે એક ડેસ્ક શરુ કરવામા આવશે જ્યાં થી દર્દીઓ ની તમામ માહિતી પુરી પાડવામા આવશે તેમજ શક્ય હશે તો દર્દી અને સગાં વચ્ચે વિડીયો કોલ દ્વારા વાતચીત પણ કરાવવાની તૈયારી છે.