ગીર સોમનાથ: ગતરોજ અયોધ્યામાં શ્રી રામ મંદિર ભૂમિ પૂજન પ્રસંગે શ્રી સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ ખાતે વિવિધ ધાર્મિક,સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

Gir - Somnath
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

શ્રી રામ મંદિર ભૂમિ પૂજન પ્રસંગે શ્રી સોમનાથ મંદિરમાં સવારે ૧૧ વાગ્યે શ્રી હનુમાન ચાલીસાના પાઠ તેમજ બપોરે ૧૨:૧૫ વાગ્યે અભિજીત, અભિજીત મુહૂર્તમાં ભગવાન સોમનાથજીની મહાપૂજા કરવામાં આવી હતી તેમજ શ્રી રામ જય રામ જય રામ ના મંત્ર જાપ પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી સેક્રેટરી પી.કે. લહેરી સાહેબ પણ ડિજિટલ માધ્યમથી વીડિયો કોલિંગથી ઇ-પૂજા સંકલ્પમાં જોડાયા હતા સાંજે ૦૪:૩૦ વાગ્યાથી ટ્રસ્ટના રામ મંદિર ખાતે વેરાવળના સુંદરકાંડ ગ્રુપ દ્વારા સુંદરકાંડના પાઠ તેમજ સાંજના સમયે દીવડાઓથી મંદિરમાં સુશોભન કરવામાં આવ્યું હતું સોમનાથ મંદિરમાં પણ ભગવાનને દિપમાળા તેમજ મંદિરને રોશની કરવામાં આવી હતી રાત્રિના ૯:૦૦ વાગ્યે અમદાવાદના સુરીલી સરગમ ગ્રુપ દ્વારા “શ્રી રામ શોપ કીર્તન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો આ તમામ કાર્યક્રમો ટ્રસ્ટના સોશિયલ મીડિયા ફેસબુક, ટ્વિટર અને યુટ્યુબ પરથી લાઈવ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *