રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા
શહેરાના કાંકરી મોર્ડલ સ્કૂલ ખાતે રકતદાન કેમ્પ યોજાયો હતો. આ રક્તદાન કેમ્પમાં જિલ્લા કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારી ની ઉપસ્થિતિમાં તાલુકા ના ૧૩૭ શિક્ષકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યુ હતુ.
શહેરા તાલુકા શિક્ષણ શાખા,એસ. એસ .એમ .એ પરીવાર , તથા તમામ શૈક્ષણિક સંઘઠનો દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ મોર્ડલ સ્કૂલ કાંકરી ખાતે યોજવામાં આવ્યો.આ કેમ્પમાં કલેક્ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહ , જિલ્લા શિક્ણાધિકારી બી.એસ. પંચાલ , અને વી.એમ. પટેલ અને બિ.આર. સિ. કલપેશ પરમાર ની ઉપસ્થિતિમાં તાલુકાના તમામ સંઘઠનોના હોદ્દેદારઓ, શિક્ષણ પરીવાર, એસ.એસ.એ.એમ પરીવાર, એસ.એમ.સી. તથા માધ્યમિક શાળાઓના શિક્ષણ પરીવારના સહકારથી ૧૩૭ જેટલા રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરેલ હતુ. તમામને રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ દ્વારા વોટર જગ, શિક્ષક ઘટક સંઘ દ્વારા તમામને ચા બિસ્કીટ તથા કેળાનો નાસ્તો આપવામાં આવ્યો હતો. તાલુકા શિક્ષણ પરીવારએ તમામ રક્તદાતાઓનો રક્તદાન કેમ્પ ને સફળ બનાવવા માટે અભિનંદન પાઠવ્યા હતા.