રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી જુથગ્રામ પંચાયતમાં ૧૨ વોર્ડ આવેલ છે જે વોર્ડ માં ભાજપ કોંગ્રેસ એમ બંને પક્ષના ઉમેદવાર ઉભા રહ્યા હોય છે જેમાં કોંગ્રેસ ના સરપંચ સાથે સદસ્યોને નસવાડી ના ગ્રામજનો એ મત આપી જીત અપાવવી ગ્રામપંચાયત ની ખુરશી પર બેસાડ્યા છે. નસવાડી ગ્રામપંચાયત દ્વારા જેતે વિસ્તારમાં વરસાદી પાણી થી ભારે ગંદકી ફેલાય છે નસવાડી માં ગંદકીને લઈ વિસ્તારોમાં લોકો હવે બીમાર પડી રહ્યા છે.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ગ્રામપંચાયત ના સરપંચ તલાટી ,ઉપસરપંચ ,સદસ્યો જાતે વિસ્તાર માં જુવે અને તપાસ કરે ગ્રામજનો ને ગંદકી થી મુશ્કેલી ભોગવવી પડે છે નહિ પછીજ સાફસફાઈ કરાવે જે વિસ્તાર ના લોકોએ મત આપ્યા છે તેઓ હવે આવનારી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી ઓમાં નેતાઓ મત માગવા આવશે તો પેહલા આ પ્રશ્નો ફોટો વિડિઓ સાથે રજૂઆત કરવાના છે ગ્રામજનો પાણી,રસ્તા, ગટર ની સુવિધાઓ માંગે છે છતાંય ધ્યાન અપાતું નથી જે કામ કલાકો નું હોઈ તે કામ ને મહિના ઓ સુધી કરતા ના હોય નસવાડી ટી,ડી,ઓ જાતે નસવાડીના પ્રશ્નો સ્થળ પર જોઈ કરે તે જરૂરી છે નહીતો છોટાઉદેપુર ડી.ડી.ઓ ને ગંદકી ના વિસ્તાર સાથે ફોટો વિડિઓ મોકલી કામગીરી કરાવવાની માંગ ગ્રામજનો એ કરવાનું મન બનાવ્યું છે તેહવારના સમયે હજારો રૂપિયા વેરો ભરતા ગંદકી વેઠતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે.