રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
બહેનોએ કોરોના વાયરસ જલદી નાબૂદ થાય તેવી પ્રાર્થના કરી રાજપીપળા શહેર સહિત નર્મદા જિલ્લા માં કોરોના વાયરસ વચ્ચે સાદગી થી રક્ષાબંધન નો પર્વ ઉજવાયો જેમાં બહેને ભાઈ ને રાખડી બાંધી કોરોના જેવી મહામારી થી બચાવવા અને આ વાયરસ વહેલી તકે દેશ દુનિયા માંથી સંપૂર્ણ નાબૂદ થાય તેવી પ્રાર્થના પણ કરી હતી.
રાજપીપળા ના ઘણા વિસ્તારો રેડ ઝોન માં હોય જેથી આ વિસ્તારો માં જવું મુશ્કેલ છે જ્યારે ઘણા સ્થાનિક લોકો કોરોના ના ભય ના કારણે રાજપીપળા શહેર માંથી અન્ય શહેર માં સગાઓ ના ત્યાં ઉપડી જતા આ વર્ષે રક્ષાબંધન નો પર્વ ફિકો જોવા મળ્યો હતો.કોરોના કહેરની વચ્ચે સોમવારે રક્ષાબંધનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. જો કે આ વખતે નર્મદા જિલ્લામાં ઘણી જગ્યાએ બહેનોએ ભાઇઓને રાખડીની સાથે માસ્ક પહેરાવી કોરોના સામેનો જંગ જીતવાના સંકલ્પ લેવડાવ્યા હતા.કોરોનાને લીધે લોકો તહેવાર મનાવવાનું પણ ભૂલી ગયા છે, રક્ષાબંધનને દિવસે આમ તો ભાઈ પોતાની બહેનની રક્ષાનું વચન લે છે, બહેન પણ ભાઈના હાથમાં રાખડી બાંધી ભાઈના ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના કરતી હોય છે.પણ આ વખતે બહેન અને ભાઈ બન્ને માટે સ્વાસ્થ્ય સાચવવાની વધુ એક જવાબદારી આવી છે.નર્મદા જિલ્લામાં રક્ષાબંધનના તહેવારની અનોખી ઉજવણી કરાઈ હતી.