બિલ્ડર-આર્કિટેક ગ્રૂપના 110 કરોડના બેનામી વ્યવહાર મળ્યા, સીલ કરાયેલા 25 બેંક લોકરોની તપાસ જારી; એકસાથે 35 સ્થળે તપાસ.

શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપ દર્શનમ,વિહવ અને આર્કિટેક્ટ રુચિર શેઠને ત્યાં પડેલા ઇન્કમટેકસના દરોડા દરમિયાન ઈન્કમટેક્સ વિભાગની તપાસમાં 110 કરોડ રૂપિયા ના બિનહિસાબી નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે. આ સાથે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સીલ કરાયેલા 20 થી 25 બેંક લોકરો ની પણ તપાસ કરાઇ રહી છે. કોરોના મહામારી બાદ શહેરમાં પડેલા ઇન્કમટેકસના પ્રથમ દરોડા માં જંગી […]

Continue Reading

ગુજરાતમાં શિક્ષણ વિભાગે શૈક્ષણિક સત્ર પૂરું થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોની મુદ્દત વધારી,તમામ DEOને અમલ કરવા સૂચના.

રાજ્યમાં પ્રવાસી શિક્ષકો 31 માર્ચ સુધી જ ફાળવવામાં આવ્યાં હતાં. જેને લઈને શાળા સંચાલક મંડળે વિરોધ કર્યો હતો. મંડળ દ્વારા પ્રવાસી શિક્ષકોને શૈક્ષણિક સત્ર પુરૂ થાય ત્યાં સુધી રાખવામાં આવે તેવી માંગ કરાઈ હતી. શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને શૈક્ષણિક સત્ર પૂરું થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોની મુદ્દત વધારી છે અને તમામ શિક્ષણાધિકારીઓને તેનો અમલ […]

Continue Reading

આજે 12 કોમર્સના વિદ્યાર્થીઓનું આંકડાશાસ્ત્ર અને ઈતિહાસનું પેપર, ધો.10 અને ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓને રજા.

આજે બોર્ડની પરીક્ષાનો બીજો દિવસ છે. ધોરણ 10 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓને રજા છે, જ્યારે 12 કોમર્સના વિદ્યાર્થીઓનું આજે આંકડાશાસ્ત્ર અને ઈતિહાસનું પેપર છે. સવારે 10:30થી 1:45 સુધી ઇતિહાસનું પેપર છે અને 3 વાગ્યાથી 6:15 સુધી આંકડાશાસ્ત્રનું પેપર છે. એ ઉપરાંત આજથી બોર્ડ દ્વારા સ્કૂલોમાં જે CCTV લગાવવામાં આવ્યા છે એની ગઇકાલની સીડી લઈને CCTV […]

Continue Reading

નવાબીકાળથી બનેલા કેશોદ એરપોર્ટમાં મુસાફરો માટે બે દસકાથી વિમાની સેવા બંધ.

કેશોદ એરપોર્ટ ૧૯૪૫માં નવાબ મહાબત ખાને એરપોર્ટનું બાંધકામ કરાવ્યુ હોવાનુ લોકમુખે ચર્ચાઈછે જેથી કહેવાયછે કે નવાબીકાળનુ કેશોદ એરપોર્ટનો ઉલ્લેખ કરવામાં આવેછે છેલ્લાં બે દશકાથી કેશોદ એરપોર્ટમાં સ્ટાફ હોવા છતાં વિમાની સેવા બંધ છે જેજે વિમાની સેવા ફરીથી શરૂ કરવા વર્ષોથી માંગણીઓ થઈ રહીછે એરપોર્ટ ઓથોરિટી દ્વારા લોક ડાઇન પહેલા એરપોર્ટની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી નવ […]

Continue Reading

કવાંટ તાલુકામાં ધો-10 ના 1582 વિદ્યાર્થીઓ એ શાંતિ પૂર્વક પરીક્ષા આપી.બોર્ડની પરીક્ષા આપતા વિધાર્થીઓનું તિલક કરી અને ગુલાબ આપી સ્વાગત કર્યું.

રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ ગુજરાત રાજ્ય માં સૌથી ઓછી શિક્ષણ ની ગુણવત્તા ધરાવતા કવાંટ તાલુકામાં આજરોજ થી શરૂ થતી ધો- 10 ( SSC ) ની બોર્ડની પરીક્ષામાં કુલ 4 સેન્ટર માં 1582 જેટલા વિધાર્થીઓ એ પરીક્ષા આપવાની શરૂઆત કરી છે. કવાંટ ઇંગ્લિશ હાઈસ્કૂલ માં 670 વિદ્યાર્થીઓ, કવાંટ તાલુકા શાળા નં-1 માં 540, ડોનબોસ્કો હાઈસ્કૂલમાં […]

Continue Reading

બેટ દ્વારકાના બોર્ડના વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા સ્થળે પહોંચી શકે તે માટે ઓખા મરીન પોલીસ દ્વારા બોટની વ્યવસ્થા કરવામાં આવી.

ધોરણ 10 ની પરીક્ષા ચાલુ થઈ રહી હોય ત્યારે બેટ દ્વારકા થી ઓખા પહોંચવા માટે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી ઓખા મરીન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ તથા બેટ પોલીસ સ્ટાફ દ્વારા સ્કૂલના આચાર્ય તથા વાલીઓનો કોન્ટેક કરી ઓખા મરીન પોલીસ ની સરકારી બોટની વ્યવસ્થા કરી આપેલ અને બાળકોને ઉજવળ ભવિષ્ય માટે […]

Continue Reading

વેરાવળમાં જાહેરમાં બાયોમેડીકલ વેસ્ટનો નિકાલ કરાયો, બેજવાબદારો સામે કડક કાર્યવાહીની માંગણી કરાઈ.

વેરાવળ શહેરમાં આરોગ્ય સેવા વિકસી હોવાથી સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાંથી દર્દીઓ અત્રે હોસ્પિટલોમાં સારવાર અર્થે આવે છે. શહેરમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઘણી હોસ્પીટલો અને ક્લિનીકો આવેલા છે. ત્યારે આ જ વિસ્તારમાં જાહેરમાં બાયોમેડીકલ વેસ્ટનો નિકાલ થતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ અંગે કોંગી નગરસેવક દ્વારા પાલીકા તંત્રને લેખીત રજૂઆત કરી બેજવાબદારી દાખવનારી હોસ્પીટલ અને […]

Continue Reading

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને પેન્શનરોનો પગાર ત્રણ દિવસ મોડો જમા થશે.

રાજ્યમાં આજે દેશવ્યાપી બેંક હડતાલ હોવાના કારણે બે દિવસ બેંકો બંધ રહેવાની છે. ઉપરાંત 31 માર્ચના રોજ વાર્ષિક ઓડિટ થતું હોય છે. જેને કારણે 1 એપ્રિલના રોજ બેંકો બંધ રહેશે. 2 એપ્રિલના રોજ ચેટીચાંદનો તહેવાર હોવાથી રજા રહેશે અને 3 એપ્રિલે રવિવારની રજા છે. આમ પાંચ દિવસ બેંકોનું કામકાજ ખોરવાયેલું રહેશે. જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ […]

Continue Reading

વડોદરા કોર્પોરેશનના 8 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ધારાધોરણ મુજબ ચાલતા નથી.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 9માંથી 8 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એવા છે કે જેમાંથી ધારાધોરણ મુજબ પાણી ટ્રીટ કરીને નદીમાં છોડવામાં આવતું નથી. જેના કારણે વિશ્વામિત્રીમાં ગંદા પાણીનું પ્રદૂષણ ફેલાય છે. આ આઠમાં તરસાલી, ગાજરા વાડી, સયાજીબાગ, કપુરાઈ (નવો અને જુનો), છાણી તથા અટલાદરા-1 (જૂનો) અને અટલાદરા-2 (નવો) નો સમાવેશ થાય છે. કોર્પોરેશન દ્વારા પ્રતિદિન 409 એમ.એલ.ડી […]

Continue Reading

પાણીની નવી લાઇનના ખોદકામ બાદ યોગ્ય પુરાણ નહીં કરાયાની ફરિયાદ.

ગાંધીનગર શહેરના વિવિધ માર્ગો ઉપર હાલ પાણીની નવી પાઇપ લાઇન નાખવામાં આવી રહી છે. ત્યારે કામ પૂર્ણ થયા બાદ માટીનું યોગ્ય પુરાણ નહીં કરવામાં આવતું હોવાની ફરિયાદ શહેર વસાહત મહાસંઘ દ્વારા કરવામાં આવી છે. યોગ્ય પુરાણના અભાવે ચોમાસામાં ખાડા પડી જવાથી મોટા અકસ્માત સર્જાવાની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી છે. તંત્રને આ મામલે ત્વરિત કાર્યવાહી […]

Continue Reading