અમરેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 12.50 કરોડના 568 વિકાસ કાર્યાે મંજુર થયા.

અમરેલી ક્લેક્ટર કચેરીના સભાખંડ ખાતે ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી આર. સી. મકવાણાની અધ્યક્ષતામાં અમરેલી જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં આયોજન હેઠળના કામો સમયબદ્ધ રીતે ગુણવત્તાયુક્ત અને જનસુવિધાલક્ષી થાય તે જોવા પ્રભારીમંત્રીએ અમલીકરણ અધિકારીઓને અનુરોધ કર્યો હતો. અમરેલી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે આયોજન […]

Continue Reading

નવા મહેમાનોનું આગમન,કાંકરીયા ઝૂના મુલાકાતીઓ માટે એશિયાટીક લાયન નવુ નઝરાણું બનશે.

અમદાવાદમાં નવા મહેમાનોનું આગમન થતા આજે તેમને વિધિવત રીતે લોકો જોઈ શકે એ માટેનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.અમદાવાદ ઝૂ ખાતે જુનાગઢના સકકરબાગ ખાતેથી લાવવામાં આવેલી સિંહ-સિંહણની જોડી ઝૂના મુલાકાતીઓ માટે લોકોનું આકર્ષણ બનશે. ઝૂ સુપ્રિટેન્ડન્ટ ડોકટર રાજેન્દ્રકુમાર શાહૂએ પ્રતિક્રીયા આપતા કહ્યુ,જુનાગઢના સકકરબાગ ખાતેથી ચાર વર્ષ અને ચાર મહિનાની વય ધરાવતા સિંહ અને ચાર વર્ષ […]

Continue Reading

ભાવનગરના 63 કેન્દ્રો પર LRD ભરતી માટે 19000 ઉમેદવારો પરીક્ષા આપશે.

શારિરીક કસોટીમાં ઉતિર્ણ થયેલ ઉમેદવારો માટે લોકરક્ષક દળમાં ભરતી માટે લેખિત કસોટી આગામી ૧૦-૪ને રવિવારે ભાવનગરના કુલ ૬૩ બિલ્ડીંગમાં ૧૯૦૦૦ ઉમેદવારો પરીક્ષા આપશે જે માટે શિક્ષણ તેમજ પોલીસ પ્રશાસન દ્વારા તૈયારીઓને ઓપ અપાયો છે. મળતી વિગતો મુજબ લોકરક્ષક દળમાં ભરતી માટે પ્રથમ શારીરિક કસોટી લેવાયા બાદ તેમાં ક્વોલીફાઇડ થયેલ ઉમેદવારોની લેખિત કસોટી આગામી તા.૧૦-૪ને રવિવારે […]

Continue Reading

રણબીર-આલિયાના લગ્નનું રિસેપ્શન 19 એપ્રિલે મુંબઈમાં થશે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પાંચ વરસ સુધી એકબીજાને ડેટ કર્યા પછી પ્રભુતામાં પગલાં પાડવાના છે. જોકે તેમના પરિવારે લગ્ન વિશે  કોઇ સમર્થન આપ્યું નથી. હવે તેમના લગ્નને લઇને એક નવા અપડેટ આવ્યા છે. તેમના લગ્નનું રિસેપ્શન ૧૯ એપ્રિલના રોજ રાખવામાં આવ્યું હોવાની વાત છે. સૂત્રની વાત સાચી માનીએ તો, મુંબઇની ગ્રેન્ડ હયાત હોટલમાં ૧૯ […]

Continue Reading

લીલેસરા ગામે એપીએમસી ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણ હસ્તે આઠમા તબક્કા નો સેવા સેતુ કાર્યકમ યોજાયો.

દેશ અને રાજ્યમાં ચાલી રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ અને સુશાસનના પર્વ નિમિત્તે સેવાસેતુ કાર્યક્રમ ગોધરા તાલુકા ના લિલેસરા ગામે પોપટપુરા, ચીખોદ્રા, સારંગપુર, લીલેસરા, વણાંકપુર ગામને લાભ આપતો યોજાયો. આ પ્રસંગે બજાર સમિતિ, ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણે-જણાવેલ કે, રાજ્ય સરકારે સામન્ય લોકોના હિતોને હંમેશા પ્રાથમિકતા આપી છે અને સામાન્ય માણસ સુશાસનની પ્રતીતિ કરી રહ્યો છે […]

Continue Reading

દૂધ પછી હવે અમૂલ દ્વારા બટરમાં ભાવ વધારો જાહેર કરાયો.

કારમી મોંઘવારી વચ્ચે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા સામાન્ય વર્ગ પરેશાન છે ત્યારે અમૂલ દુધના ભાવમાં તાજેતરમાં વધારો નોંધાયા બાદ હવે અમૂલ બટરના ભાવમાં પણ વધારો કર્યો છે. અમૂલ દ્વારા બટરના તમામ પેકટેના ભાવમાં વધારો કર્યો છે અને તે મુજબ ૧૦૦ ગ્રામનું બટરનું પેકેટ હવે બાવન રૂા.માં મળશે. થોડા સમય પૂર્વે જ અમૂલ દ્વારા […]

Continue Reading

ગાંધીનગરમાં સુર્યદેવ કાળઝાળ થયાં 43.8 ડિગ્રી સાથે સૌથી ગરમ દિવસ.

ગાંધીનગરમાં આખરે સૂર્યદેવનો કહેર ચાલુ થઇ ગયો છે. ગુરુવારની સરખામણીએ શુક્રવારે દિવસનું તાપમાન ૮ દોરાના વધારા સાથે કાળઝાળ ગરમીમાં ફેરવાઇ ગયુ હતુ. જોકે રાત્રીના તાપમાનમાં કોઇ મોટો વધારો થયો ન હતો. પરંતુ દિવસની ગરમીની અસર હવે રાત્રીના તાપમાન પર પણ ઉતરશે. દિવસે આકરા તાપ પછી સાંજ ઢળવાની સાથે ઉકળાટનો અનુભવ નગરવાસીઓએ કર્યો હતો. બપોરે ૧૨ […]

Continue Reading

નવી પેન્શન યોજનાને સ્થાને જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ.

રાજ્યમાં નવી પેન્શન યોજનાને સ્થાને જુની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે અમરેલી જિલ્લા પંચાયત રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શનના સંયુક્ત મોરચા તથા રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુન સ્થાપન સંયુક્ત મોરચાએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનમાં જણાવાયું હતું કે બંધારણની સાતમી અનુસુતિ હેઠળ રાજ્યના વિષયમાં 42માં સ્થાને રાજ્ય દ્વારા ચુકવવામાં આવતા તેમજ એકીકૃત ભંડોળમાંથી ચુકવવામાં આવતા પેન્શનએ રાજ્ય […]

Continue Reading

700થી વધુ શિક્ષકો, કર્મીઓના જૂની પેન્શનની માંગને લઇ ધરણાં.

જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાની માંગ સાથે શહેરમાં ધરણાં, રેલી કરી આવેદન અપાયું હતું જેમાં 700થી વધુ કર્મીઓ, શિક્ષકો જોડાયા હતા. આ અંગે રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના ઉપાધ્યક્ષ જીતુભાઇ ખુમાણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘ, ભારતીય મઝદૂર સંઘ,રાષ્ટ્રિય ઓલ્ડ પેન્શન સંયુક્ત મોરચા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ તકે 700થી વધુ શિક્ષકો, […]

Continue Reading

સિવિલ હોસ્પિટલના તબીબોની માંગણી સંતોષાતાં આજથી ફરજ પર હાજર થશે.

છેલ્લા પાંચ દિવસથી હડતાલ ઉપર ઉતરેલા તબીબોના કારણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની આરોગ્ય સેવાઓ ઓક્સિજન ઉપર આવી ગઇ હતી. જોકે તબીબોની માંગણીઓ પૂરી કરવાની રાજ્ય સરકારે તૈયારી બતાવી છે. આથી તબીબોની પાંચ દિવસની હડતાલનું પૂર્ણવિરામ આવ્યું છે. ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંચાલિત ગાંધીનગર મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના તબીબોએ પોતાની પડતર માંગણીઓના ઉકેલની માંગણી […]

Continue Reading