મોરબી: હળવદમાં શિક્ષકોને કોરોના વેક્સિન અપાઈ

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ કોરોનાકાળમાં ડોર ટુ ડોર સર્વેલન્સની મહત્વપૂર્ણ કામગીરી કરનાર પ્રાથમિક શાળાના શિક્ષકોને આજથી કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે જે અન્વયે આજે મોરબી અને હળવદ તાલુકાના શિક્ષકોનું સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનેશન કરાયું હતું. હાલ સમગ્ર ભારતમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા સરકારી કર્મચારીઓને વેક્સિન મુકવાનું અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે અમુક લોકો કોવિડ-19 વેક્સિન […]

Continue Reading

મોરબી: હળવદના ચરાડવા ગામ લૂંટ કેસમાં મહિલા સહીત ચાર આરોપીના આગોતરા જામીન મંજુર

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ પંથકમાં લૂંટનો બનાવ બન્યો હતો જે મામલે ચાર આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હોય જે મહિલા સહિતના ચાર આરોપીએ આગોતરા જામીન અરજી કરી હોય જેને કોર્ટે મંજુર કરી છે. હળવદ પોલીસ સ્ટેશન હદમાં લૂંટનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદી વિશાલભાઈ પ્રવીણભાઈ એરવાડિયાએ ફરિયાદ નોંધાવી હતી કે ચરાડવા ગામના સુરેશભાઈ હરિભાઈ પઢાંરીયા, […]

Continue Reading

બનાસકાંઠા: પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર કોમ્પલેક્ષની મુતરડી બની દારૂની ખાલી બોટલનો મીની શો રૂમ…

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા પ્રાંતિજ પોલીસને પ્રાંતિજમાં વિદેશી દારૂનુ વેચાણ દેખાતુ નથી. ખાલી બોટલો ઉપરથી કહી શકાય કે પ્રાંતિજમા દારૂના શોખીનો અને દારૂ વેચાય છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર અને પ્રાંતિજ ભાખરીયા પોલીસ ચોકીથી થોડેક દુર આવેલ કોમ્પલેક્ષ ની મુતરડીમાં વિદેશી દારૂની બોટલો જોવા મળી હતી અને અહી બધીજ બ્રાન્ડની નાની મોટી અને સસ્તી થી […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના કેવદ્રાની સરકારી શાળા પ્રાઇવેટ સ્કૂલો કરતાં પણ આકર્ષિત..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ તાલુકાના કેવદ્રા ગામની પે.સેન્ટર પ્રાથમિક શાળાના શિક્ષક સ્ટાફ દ્વારા શાળાને સુશોભિત કરવામાં આવી છે. શાળામાં રીનોવેશન ડિઝાઇન અલગ અલગ વૃક્ષો અને રંગબેરંગી ફૂલોના છોડ રોપવામાં આવ્યા છે. જેથી શાળાનું વાતાવરણ બાળકો માટે પ્રફુલ્લિત બની શકે છેલ્લા દસ મહિનાથી શૈક્ષણિક કાર્ય બંધ છે તે સમયગાળામાં શાળાની સ્વચ્છતા અને સુંદરતા શાળાના શિક્ષકગણ એ […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લાનાં નગરપાલિકા વિસ્તારની આખરી મતદારયાદી પ્રસિધ્ધ કરાઈ..

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામાં આવેલ ૫ નગરપાલિકાઓના ૩૩ વોર્ડની ચૂંટણી જાહેર થતા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલીકાના વોર્ડ ૧૧ છે. જેના મતદાન મથક ૧૩૦ છે. પુરુષ ૭૧૨૪૨ અને સ્રી ૬૮૮૫૦ એમ મળી કુલ ૧૪૦૦૯૩ મતદારો નોંધાયેલા છે. ઉના નગરપાલીકાના વોર્ડ ૯ છે. જેના મતદાન મથક ૪૫ છે. પુરુષ ૨૩૫૪૦ અને સ્રી ૨૨૨૪૮ એમ મળી […]

Continue Reading

સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા ભારત સરકારના મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરા

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરા ગીર-સોમનાથ જિલ્લાના પ્રવાસે આવી પહોંચતા જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અજય પ્રકાશ, નાયબ ચૂંટણી અધિકારી વિનોદ પ્રજાપતિએ સુનિલ અરોરાનું ઉષ્મા ભર્યું સ્વાગત કરી તેમને આવકાર્યા હતા. દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ મહાદેવના દર્શન કરી સોમનાથ મહાદેવને શિશ ઝુકાવી ધન્યતા અનુભવી […]

Continue Reading

અમરેલી: બાબરા ભાજપ લઘુમતી સમાજના ચહેરા તરીકે ઉભરતા હારુનભાઇ મેતર..

રિપોર્ટર: આદિલખાન પઠાણ,બાબરા હંમેશા હીન્દુ મુસ્લિમ એકતાના હિમાયતી અને દરેક સામાજને સાથે રાખી ચાલતા હારુનભાઇ મેતર દ્વારા ભાજપ પક્ષ તરફથી વોર્ડ નંબર 5 મા ટીકીટ માંગણી કરવામાં આવી છે. સેવાભાવી યુવાન હારુનભાઇ મેતર ભાજપ પક્ષ બાબરાના લધુમતી મોરચાના પ્રભારી છે અને પક્ષને મજબૂત કરવા હરહંમેશ પક્ષના કાર્યક્રમો કરતા રહે છે. તેઓએ લોકડાઉનમા અન્નક્ષેત્ર ચાલુ કરી […]

Continue Reading

ગીર સોમનાથ: ગીરગઢડા તાલુકાના મોટીમોલી ગામે મુસ્લીમ સમાજના યુવાનોએ કોંગ્રેસને અલવીદા કરી ભાજપમાં જોડાયા.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઉના રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત કરતાની સાથે જ ઉમેદવારો સીટો માટે પડાપડી કરી રહ્યા છે અને મનમુટાવ થતા ઉમેદવારો પક્ષપલટો પણ કરી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના મોટીમોલી ગામે મુસ્લીમ સમાજના યુવાનોએ કોંગ્રેસને અલવીદા કરી કેસરીયો ખેસ ધારણ કર્યો છે. 14 ગામના મુસ્લિમ બિરાદરોએ કેસરીયો ધારણ […]

Continue Reading

પંચમહાલ: શહેરા તાલુકાના બામરોલી ગામના બી.એસ.એફ જવાનનું બનાસકાંઠાના દાંતીવાડા ખાતે પરેડ દરમિયાન મોત..

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા પંચમહાલના શહેરા તાલુકાના બામરોલી ગામના બી.એસ.એફ જવાન બનાસકાંઠાના દાંતીવાડા ખાતે પરેડમાંચક્કર આવતા તેમનું મોત નિપજ્યું હતું. બી.એસ.એફ જવાન ના પરિવારજનોમાં ઘેરો શોક છવાયો હતો.જ્યારે ત્રણ છોકરાઓએ પિતાનો સહારો ગુમાવ્યો હતો. સીમા સુરક્ષા દળમાં ફરજ બજાવતા શહેરા તાલુકાના ૩૯ વર્ષીય જવાનનું પરેડ દરમિયાન પડી જતા મૃત્યુ થતા જવાનના પરીવરજનોમાં ઘેરો શોક છવાયો છે. […]

Continue Reading

દાહોદમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરાશે.

રિપોર્ટર: વિજય બચ્ચાંની,દાહોદ રાજ્ય સરકાર દ્વારા તા.૧૬/૦૨/૨૦૧૧ થી ૧૬/૦૫/૨૦૨૧ સુધીના ૯૦ દિવસ દરમ્યાન લઘુતમ ટેકાનાં ભાવે ખરીફ માર્કેટીંગ સિઝન ૨૦૨૦-૨૧ માટે પ્રતિ કિવન્ટલ (૧૦૦ કિ.ગ્રા) રૂા.૩૦૦૦/- ના ભાવે કેન્દ્ર સરકાર દ્વારા નકકી થયેલા ધારા ધોરણ મુજબ ચણા અને રાયડો રૂ. ૪૬૫૦ના ભાવે ખરીદવામાં આવશે. જેથી ખેડૂત ભાઈઓએ તેમનાં ચાલુ વર્ષનાં ૭/૧૨ તેમજ ૮-અ ના ઉતારા […]

Continue Reading