સાણંદ વિરમગામ હાઈવે પર વાસણા ઇયાવા નજીક ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપાયો

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સાણંદ તાલુકામાં વિદેશી દારૂના વેપાર વધતા આ અંગે સાણંદ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ એચ બી ગોહીલ ને સાણંદ હાઈવે પરથી દારૂ ભરેલી ટ્રક પસાર થઈ રહી છે. એવી ખાનગી રીતે બાતમી મળી હતી. આથી સાણંદ પોલીસ સ્ટેશન ની ટીમે વાસણા ઇયાવા નજીક નાકાબંધી કરી વોચ ગોઠવી હતી. તે દરમિયાન દારૂ ભરેલી ટ્રક આવતા […]

Continue Reading

પાટડી તાલુકાના વણોદ ના યુવકે ગળે ફાસો ખાઈને આત્મહાયતા કરી

રણજીતસિહ જાદવ અમદાવાદ આ યુવક મામાની સાથે વણોદ રહેતો હતો. વણોદ આલમપુર રોડ પર આવેલી વાડીમાં જાડા સાથે ગળે ફાસો ખાધેલી હાલતમાં લટકતી યુવકની લાશ મળી આવી. દસાડા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી . જયપાલસિંહ પ્રવિણસિંહ જાડેજા ઘણા સમયથી મામા ની સાથે વણોદ ગામે રહેતા હતા. ત્યારે અચાનક તેઓ રાત્રીના સમયે ઘરેથી […]

Continue Reading

વિરમગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસરને માહિતી આયોગે પંદર હજારનો દંડ ફટકારવામાં આવ્યો.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ ફરિયાદી જન્તીજી ઠાકોર દ્વારા માહિતી અધિકારી અધિનિયમ હેઠળ વિરામગામ ગાંધી હોસ્પિટલ ના ડોક્ટર પાસે પોસ્ટમર્ટમ રિપોર્ટ એફ.એસ.એલ રીપોર્ટની માહિતીની માંગણી કરવા છતાં અંદાજીત એક વર્ષ બાદ પણ કોઈ માહિતી ફરિયાદીને પૂરી પાડી નથી. ફરિયાદી દ્વારા આયોગમાં અપીલ કરતા આયોગ દ્વારા અમુક ચોક્કસ સમય મર્યાદામાં માહિતી પૂરી પાડવા માહિતી અધિકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના […]

Continue Reading

વિરમગામ ડાંગરની ઓનલાઇન નોંધણી પુરવઠા નિગમની ઓફિસે સોમવારથી શુભ શરૂઆત.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ પુરવઠા નિગમની ઓફીસે સોમવારથી ઓનલાઇન ડાંગરની નોંધણી કરવામાં આવશે આ સમાચાર મળતાની સાથે ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી હતી.વિરમગામ પુરવઠા નિગમની ઓફિસે સોમવારથી ઓનલાઇન ડાંગર ની નોંધણી કરવામાં આવશે, પોપટ ચોકડી વાળા ઓવરબ્રિજ નીચે પુરવઠા નિગમની ઓફિસે સોમવારથી ડાંગરની ઓનલાઇન નોંધણી કરવાની શુભ શરૂઆત કરવામાં આવશે. ખેડૂતોએ ડાંગર ની નોંધણી કરાવતી […]

Continue Reading

રાજ્યના મુખ્યમંત્રીના વરદ હસ્તે વિરમગામ પાંજરાપોળને એક લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે વિરમગામ પાંજરાપોળને એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો. તે પ્રસંગે મહાજનના ટ્રસ્ટી ગીરીશભાઈ શાહ, દેવેન્દ્ર શાહ, વિરચંદભાઈ ગાંધી, પંકજભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. જૈન સમાજના રાષ્ટ્રીય સંત આચાર્ય નમ્રમુનિ મહારાજના જન્મદિવસ નિમિત્તે ગુજરાતની ૫૦ પાંજરાપોળ સંસ્થાના અબોલ પશુઓ માટે વેટરનીટી અને દવાઓ માટે પ્રત્યેક પાંજરાપોળને […]

Continue Reading

માંડલ તાલુકામાંથી પસાર થતી ઝીંઝુવાડા શાખાની કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની માંગ

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ આ વર્ષે ચોમાસામાં માંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થવાના કારણે મોટા ભાગના ખેડૂતોના 90 થી 100 ટકા પાક નિષ્ફળ ગયા હતાં, ત્યારબાદ ખેડૂતોએ ફરીથી વાવણી કરી હતી અને હવે ખરેખર પાણીની જરૂર છે ત્યારે ચોમાસું પણ પૂર્ણ થઈ ગયુ છે. જેના કારણે ખેડૂતોએ બીજી વખત જે વાવણી કરી તેને પાણીની જરૂર […]

Continue Reading

સાણંદ તાલુકામાં અમદાવાદ જીલ્લા મહામંત્રી નવદીપ સિંહ ડોડીયા દ્વારા ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ કૃષિ બિલ પસાર કરવામાં આવેલ જે બાબતે ભાજપ દ્વારા સાચી માહિતી ખેડૂતોને પહોંચાડવાના અભિયાન અંતર્ગત સાણંદ તાલુકામાં નવદીપસિંહ ડોડીયા દ્વારા ખેડૂતોને માહિતગાર કરતા જણાવ્યું હતું કે જયારથી ભાજપની સરકાર આવી છે. ત્યારથી ખેડૂત લક્ષી નિર્ણયો કર્યા છે. રાજ્યના 9000 ગામડાંને નર્મદાનું પીવાનું પાણી ભાજપ સરકારે પૂરું પાડ્યું. 1.5 લાખથી વધારે ચેક ડેમો, […]

Continue Reading

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા યોજાયેલ નિબંધ સ્પર્ધાનું પરિણામ જાહેર કરી ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીને ગિફ્ટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના વિરમગામ શહેર ટીમ દ્વારા ગાંધીજયંતી અંતર્ગત ગાંધીજી વિશે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિબંધ સ્પર્ધામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને આજરોજ ગિફ્ટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના વિરમગામ શહેર ટીમ દ્વારા શહેરમાં અવનવા કાર્યક્રમ કરવામાં આવે છે. ત્યારે બીજી ઓક્ટોબર અંતર્ગત ગાંધી […]

Continue Reading

વિરમગામ તાલુકાના થોરી, વડગાસ, કાંકરાવાડી, વણી ગામે આત્મનિર્ભર ખેડૂત જનજાગરણ અભિયાન અંતર્ગત ખાટલા બેઠક કરવામાં આવી.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ આત્મનિર્ભર ખેડૂત જનજાગરણ અભિયાન અંતર્ગત અમદાવાદ ભાજપ જીલ્લા મહામંત્રી નવદીપસિંહ ડોડીયા દ્વારા થોરી, વડગાસ, કાંકરાવાડી, વણી ગામે ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું. વિરમગામ તાલુકાના થોરી, વડગાસ, કાંકરાવાડી, વણી મુકામે નવદીપસિંહ ડોડીયા દ્વારા ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કિરીટસિંહ ગોહિલ, લખુભા ચાવડા, ડાહ્યાભાઈ પટેલ, વિષ્ણુભાઈ જાદવ, લખુભા મોરી, દીપકભાઈ ડોડીયા તેમજ […]

Continue Reading

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વિઠલાપુર પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ મદદનીશ પોલીસ અધિક્ષક ડો.લવિના શિન્હાના અધ્યક્ષ સ્થાને વિઠલાપુર પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું. અને લોકોની સમસ્યા જાણવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ ત્યાં આવેલ લોકોને સાઇબર ક્રાઇમ વિશે માહિતી આપવામાં આવી હતી. માંડલ તાલુકાના વિઠલાપુર પોલીસ સ્ટેશન ખાતે મદદનીશ પોલીસ અધિક્ષક ડો.લવિના શિન્હા ના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું […]

Continue Reading