રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
સમગ્ર દેશ ને રાજ્યમાં પણ વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ ને કારણે ગંભીર પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. રાજ્યમાં રોજેરોજ કોરોનાના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થઈ રહયો છે અને મૃત્યુનુ પ્રમાણ વધી રહયું છે. કોરોના મહામારી શહેરો પૂરતી સમિતિ ન રહેતા હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રસરી છે. ગીરસોમનાથ જિલ્લામાં પણ કોરોનાના દર્દીઓમાં સતત વધારો થઈ રહયો છે. સમગ્ર જિલ્લાના કોરોનાના કુલ દર્દીઓના અડધા દર્દીઓ ઉના શહેર અને તાલુકામાં છે ઉના તાલુકા મથક હોઈ દર્દીઓ સારવાર માટે ઉના ખાતેની સરકારી હોસ્પિટલમાં આવે છે પરંતુ ઉના સકારી હોસ્પિટલ ખાતે પૂરતી સુવિધાઓનો અભાવ હોઈ અને મેડીકલ/પેરામેડીકલ સ્ટાફ પૂરતા પ્રમાણમાં ન હોઈ દર્દીઓને જિલ્લા કક્ષાએ રીફર કરવામાં આવે છે, જેથી દર્દીઓને પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડે છે. કોરોનાની મહામારીમાંથી પ્રજાને ઉગારવા ઉના-ગીરગઢડા ખાતે તાત્કાલિક કોવિડ-૧૯ હોસ્પિટલ ઉભી કરવી, આઈસોલેશન વોર્ડ ઉભા કરવા, વેન્ટીલેટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી, પૂરતા પ્રમાણમાં મેડીકલ-પેરામેડીકલ સ્ટાફ ઉપલબ્ધ કરાવો અત્યંત જરૂરી છે.
આથી કોરોનાની ગંભીર પરિસ્થિતિ ઘ્યાને લઈ પ્રજાજનોના હિતમાં ઉના-ગીરગઢડા ખાતે તાત્કાલિક કોવિડ-૧૯ હોસ્પિટલ ઉભી કરી, વેન્ટીલેટર સહિતની પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા, આઈસોલેશન વોર્ડ ઉભા કરવા, પૂરતા પ્રમાણમાં મેડીકલ-પેરામેડીકલ સ્ટાફ ઉપલબ્ધ કરાવવા માટે જરૂરી કાર્યવાહી થવા મારી ભલામણ ધારાસભ્ય પુંજાભાઈ વંશે આરોગ્ય અને પરિવાર વિભાગનાં અગ્રસચિવને પત્ર પાઠવી કરી છે.