રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા સિવિલના ઇમરજન્સી વોર્ડના ઇન્ચાર્જ સિસ્ટર કોરોના પોઝિટિવ આવવા છતાં વોર્ડ ખુલ્લો
થોડા દિવસ પર પણ સિવિલ ના આયા પોઝિટિવ આવ્યા બાદ પણ મેડિકલ વોર્ડને ખુલ્લો રખાયો છે,ત્યારબાદ હવે ઇમરજન્સી વોર્ડમાં પણ આજ હાલત હોય અન્ય સ્ટાફ અને દર્દીઓને સંક્રમણનું જોખમ
હાલ નર્મદા જિલ્લામાં કોરોના ના કેસ સતત વધી રહ્યા છે જેમાં રાજપીપળા શહેરમાં તો જાણે અચાનક રાફડો ફાટ્યો હોય તેમ પોઝિટિવ કેસો ની સંખ્યા સતત વધી રહી હોય આ બાબતે તંત્ર જરૂરી પગલાં લે છે પરંતુ ખાટલે મોટી ખોડ ની માફક રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં આ બાબતે કોઈ જ તકેદારી જણાતી નથી..
રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં માં થોડાક દિવસ પહેલા એક આયા બેન બીમારી ની હાલત માં મેડિકલ વોર્ડ માં દાખલ હતા ચાર દિવસ બાદ ટેસ્ટિંગ માં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારબાદ તેમને કોવિડ માં દાખલ કરાયા પરંતુ સિવિલ નો મેડિકલ વોર્ડ ખુલ્લો જ રાખી દાખલ દર્દીઓ સહિત સ્ટાફ ની અવર જવર જેવું હતું તેવી જ સ્થિતિમાં જોવા મળી ત્યારબાદ સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ બુધવારે સિવિલ ના ઇમરજન્સી વોર્ડ ના ઇન્ચાર્જ સિસ્ટર પણ કોરોના ની લેપેટ માં આવ્યા હોવા છતાં સૌથી મહત્વનો અને દર્દીઓ થી હંમેશા ઉભરાતો આ વોર્ડ પણ જૈસેથે હાલત માં ચાલુ જ રાખવામાં આવ્યો હોય જે અન્ય દર્દીઓ અને સ્ટાફ માટે જોખમી કહી શકાય જિલ્લાની આ હોસ્પિટલ માજ કોરોના સંક્રમણ વધવાની પુરી શક્યતાઓ આ બે કેસો બાદ જણાઈ રહી છે છતાં સિવિલ સત્તધીશોની લાપરવાહી કેમ ચાલે છે..? આવનારા દીવસો માં સિવિલ હોસ્પિટલ કોરોના કેસોનું એપિક સેન્ટર બની જાય તો નવાઈ નહિ માટે તકેદારી જરૂરી છે.