રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
હાલની વર્તમાન સ્થિતિમાં વિશ્વ આખામાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો સંક્રમિત થયા છે અને કોરોના પોઝિટિવ દર્દી બની ગયા હોય છે. અને તેમાથી ઘણા ખરા કોરોના દર્દીઓ નું મૃત્યુ પણ થયું છે. તેમાં હોસ્પિટલના ડોક્ટર શ્રી ઓ તથા નર્સિંગ સ્ટાફ તથા અન્ય સ્ટાફ સહીત પણ સંક્રમિત થતાં હોય છે. જ્યારે આ બધાની વચ્ચે કોરોના પોઝિટિવ દર્દીઓ ની વચ્ચે અને કોવીડ-૧૯ વોડૅમાં સતત દિવસ-રાત જોયા વગર પોતાની ફરજ બજાવી તે એક જોખમી કામ છે તેમ છતા પણ ભારતમા કોરના એ પગ પેસારો કર્યો અને જુનાગઢ જીલ્લામા પ્રથમ કોરોના નો કેશ તા.૦૫/૦૫/૨૦૨૦ ના રોજ આવેલ ત્યારથી આજ દીન સુઘી સતત કોવીડ-૧૯ ના વોર્ડમા ઇન્ચાર્જ સીસ્ટર તરીકે ફરજ બજાવતા જયાબેન દોંગા જે કોરોના પોઝિટિવ દર્દી ના વોડૅમાં દર્દીઓની સેવામાં સતત ખડે પગે રહી ને પોતાની અવિરત સેવા આપી રહ્યા છે. તેમની તંદુરસ્તી કાયમી જળવાઇ રહે તેવી પ્રભુ પાસે પ્રથના..આ૫ને ગર્વતો એ માટેનુ છે કે તે એક સ્ત્રી હોવા છતા પણ રાત દીવસનો વિચાર કર્યા વગર પોતાની અવરીત ફરજ બજાવી રહયા છે ત્યારે આપડે ખરેખર કહેવુ પડેકે નારી તુ નારાયણી તો આવા કર્મનિષ્ઠ કર્મચારી અને રિયલ કોરોના વોરિયર્સ જયાબેન દોંગા ને મારા કોટી કોટી વંદન. નાની નાની મુશ્કેલીઓમાં ફરિયાદો કરવાનું બંધ કરીને જયાબેન દોંગા ની જેમ જે ક્ષેત્રમાં કામ કરતા હોય ત્યાં નિષ્ઠા અને સમર્પણથી કામ કરીને રાષ્ટ્રભક્તિ અદા કરીએ.