અમરેલી: રાજુલાના પ્રાથમિક શિક્ષકોના પગાર ગ્રેડ બાબતે રાજીવ ગાંધી કોંગ્રેસ ટીમ દ્વારા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું.

Amreli
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

રાજીવ ગાંધી કોંગ્રેસ ટીમ દ્વારા કલેકટરને પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. કે પ્રાથમિક શિક્ષકોને યોગ્ય વેતન આપવામાં આવે.તેમજ પ્રાથમિક શિક્ષકોને ૨૦૧૦ અને તે પછી જોડાયેલા શિક્ષકોને ૪૨૦૦ રૂપિયા ગ્રેડ આપવા માંગણી કરી હતી તેમજ ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકોને અન્ય રાજ્યોની જેમ પૂર્ણ વેતન મળવું જોઈએ ૯ વર્ષ નોકરી પૂર્ણ હોવા છતાં ઉચ્ચ પગાર ધોરણ જે વર્ષથી મળતું રૂપિયા ૪૨૦૦ ની જગ્યાએ ૨૮૦૦ રૂપિયા કરી દીધું છે જે રાજ્ય સરકારે ત્વરીત અમલવારી કરી કરવામાં આવી છે. આમ રાજીવ ગાંધી કોંગ્રેસ ટીમ અમરેલી જિલ્લાના પ્રમુખ રવિરાજ ભાઈ ધાખડાં.દિપકભાઈ ત્રિવેદી.ધાર્મિક યાદવ.કલ્પેશભાઈ કોટીલા.હિરેનભાઈ ગોંડલીયા.સૌરભભાઈ રાઠોડ.વગેરે હાજર રહી કલેકટરને આવેદન પત્ર પાઠવવામા આવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *