રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
રાજપીપળા : અખીલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા જીલ્લાનાં સંયોજક પ્રવિણસિંહ ગોહિલ (ગોપાલપુરા) તાલુકા સંયોજક મહેશભાઇ ઋષી, સહસંયોજક પ્રગ્નેશ ભાઇ રામી તથા સભ્યોની એક બેઠક મળી જેમાં જીલ્લા ગ્રાહક પંચાયતને મજબુત કરવાનાં હેતુસર જીલ્લાનાં તમામ તાલુકામાંથી કારોબારી ની રચનાં કરી કુલ ૩૦ કારોબારી સભ્યોની નિમણુંક કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. સાથે સાથે નર્મદા જીલ્લાની પ્રજા નું તમામ ક્ષેત્રે થતું શોષણ અટકાવવા માટે નર્મદામાં જીલ્લા તોલમાપની કચેરી તથા ફુડ એન્ડ ડ્રગસ સેફ્ટીની કચેરી કાર્યરત કરવાની માંગ નર્મદા જીલ્લા ગ્રાહક પંચાયત દ્વારા ઠરાવ કરી રાજ્ય સ્તરે સરકારમાં માંગ કરવા પ્રાંત કાર્યલયને જણાવી ગુજરાત સચીવ પાસે માંગણી કરવામાં આવી છે.
નર્મદા જીલ્લા સંયોજક નટવરસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે અખીલ ભારતીય ગ્રાહક પંચાયતના નર્મદા જીલ્લામાં તોલ માપ અધિકારીની કચેરી અને ફ્રુડ એન્ડ ડ્રગ સ્ફેટીની કચેરી કાર્યરત નથી તેના કારણે ગ્રાહકો બે છેતરાવાનો ઘણો સંભવ રહે છે. જેથી નર્મદા જીલ્લાની જનતાની વર્ષો થી જે માંગ હતી તે અખીલ ભારતીય ગ્રાહક પંચાયત એ આ બાબતે પ્રજાના હિત માં પડઘો પાડ્યો છે. અને અખીલ ભારતીય ગ્રાહક પંચાયતના નર્મદા જીલ્લાની કમીટીએ જે ઠરાવ કરી ને સરકાર અને ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંતમાં મોકલેલ છે. જેમાં જણાવાયું છે કે નર્મદા જીલ્લામાં તાત્કાલિક ફ્રુડ એન્ડ ડ્રગ્સ સેફ્ટી અને તોલમાપ અધિકારીની કચેરી કાર્યરત કરવામાં આવે જેથી જાહેર જનતાનું શોષણ અટકે.